સુરતના હીરા, કપડા અને મેટલના ધંધાના વેપારી પરિવાર દિક્ષા ગ્રહણ કરશે
સુરતના ૩ હીરાવેપારી પરિવારોમાંથી ૭ તેમજ ૧૫ વર્ષથી નાના ૩ બાળકો પણ દીક્ષા લઈ રહ્યા છે. સુરતમાંથી ડોક્ટર ભવ્યાકુમારી પણ દીક્ષા લઈ રહ્યા છે. મૂળ તળાજાના, હાલ મુંબઈમાં રહેતા વિરેન્દ્ર પારેખ અને ફાલ્ગુનીબેને અગાઉ એમના બે દીકરીઓને દીક્ષા અપાવી હતી અને હવે તેઓ પણ ઘરને તાળું મારી સંપૂર્ણ સંપત્તિ દાન કરી દીક્ષા લેશે. મુંબઈમાં મેટલના વ્યવસાયી મુકેશભાઈ (૪૨) તેમની પત્ની, પુત્ર-પુત્રી સાથે દીક્ષા લેશે. તેઓ મૂળ સંચોરના છે અને એમણે પાર્શ્વશાંતિધામ તીર્થની રચના કરાવી છે. મૂળ સણવાલના હાલ સુરત રહેતા ૧૭ વર્ષીય મન ડાયમંડ વેપારી સંજયભાઈના પુત્ર છે. મન પાસે દેશ-વિદેશ સુધી વેપારની તકો હોવા છતાં સાંસારિક મોહને ત્યાગી રહ્યા છે.શાંતિ કનક શ્રમણોપાસક ટ્રસ્ટ-અધ્યાત્મ પરિવાર દ્વારા વેસુના બલર હાઉસમાં અધ્યાત્મ નગરી ખાતે ૭૫ સંયમ સાવજ દીક્ષાર્થીઓની સૂરિરામ તથા સૂરિ શાંતિ સમુદાયના ૫૦૦થી વધુ સંયમધરોની તારક નિશ્રામાં પ્રભુવીર દીક્ષા કલ્યાણક દિન ૨૯મીએ સિંહસત્વોત્સવ સામૂહિક દીક્ષા મહોત્સવ યોજાશે. જેમાં સુરતના ૩૨ સહિત ૭૫ દીક્ષાર્થીઓ અઢળક સંપત્તિનો ત્યાગ કરશે. મહોત્સવમાં ૧૨થી વધુ કરોડપતિ વેપારી પરિવારના વારસદારો, ડોક્ટર, એન્જિનિયર, સીએ, સહિતના દીક્ષાર્થીઓ સંયમના માર્ગે જશે.
Recent Comments