સુરતના હુનર હાટના સમાપનમાં પંકજ ઉધાસના સૂરીલા ગીતોથી થયું
સુરતમાં પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ દ્વારા હુનર હાટની ચોત્રીસમી આવૃત્તિનું સમાપન થયું. પંકજ ઉધાસે પોતાની ગઝલ દ્વારા લોકને મંત્રમુગ્ધ કર્યા હતા. હુનર હાટમાં તેણે ‘જીયે તો જીયે કૈસી બિન આપકે’,’એક વો ભી થા જમાના,એક યે ભી હૈ જમાના’ અને ‘ચિઠ્ઠી આઈ હૈ’ ગાઈને સુરતીઓનુ દિલ જીતી લીધુ હતુ.
કાર્યક્રમમાં ‘જાેગિયા ખલી બલી’ ફેમ સિંગર ભૂપિન્દર સિંહ ભૂપ્પીએ ‘સુબહ હોને ન દે’, ‘સાડ્ડે નાલ રહોગે તો ઐશ કરોગે’ અને ‘પગ ઘુંગરુ બાંધ મીરા નાચી થી’ જેના ગીતો ગાઈને લોકોને મનોરંજન પુરુ પાડ્યુ હતુ. આ સાથે ફીમેલ સિંગર મીનાક્ષી શ્રીવાસ્તવે પણ પોતાના સુર રેલાવીને સમગ્ર વાતાવરણને ખુશનુમા કર્યુ હતુ.સુરત શહેરમાં આ દિગ્ગજ કલાકારોને સાંભળવા માટે હુનર હાટના અંતિમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.
Recent Comments