ગુજરાત

સુરતની એંગ્લો ઉર્દુ શાળામાં માત્ર ૨૦ જ વાલીની સંમતિ

મુગલીસરા સ્થિત પાલિકા મુખ્યાલયની પાછળ આવેલી એંગ્લો ઉર્દુ સ્કુલમાં ૧૫થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓનું સોમવારે રસીકરણ નક્કી કરાયું હતું. જે અંગે સ્કૂલના ૧૧૧ વિદ્યાર્થી જ્યારે ૧૨૭ વિદ્યાર્થીનીઓની યાદી પણ તૈયાર કરી લેવાઇ હતી. જાેકે સોમવારે ૨૩૮ પૈકીના ૨૦ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ રજૂ થઇ હોવાથી રસીકરણ મંગળવાર પર લંબાવાયું હતું.

એંગ્લો ઉર્દુ સ્કૂલના આચાર્ય નસરીન પઠાણે કહ્યું કે, વર્ગ પ્રમાણે સેશન પણ નક્કી હતાં. જાેકે વાલીઓની સંમતિ ખુબ ઓછી હોવાથી વેક્સિનેશન સ્ટાફને મંગળવારે ૧૦.૩૦ વાગ્યે આવવા વિનંતી કરાઇ છે. તમામ ક્લાસ ટીચરને વાલીઓને કોલ કરી સંમતિ મેળવી લેવા સૂચના અપાઇ છે. આ પ્રક્રિયા પૂર્ણ કરી લઇ બાળકોનું રસીકરણ શરૂ કરાશે.

Related Posts