સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠકો પર સુરત જિલ્લાના પ્રમુખ સંદીપ દેસાઈને ટિકિટ મળી
સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠકો પર જબરજસ્ત ખેંચતાણ બાદ આખરે સુરત જિલ્લાના પ્રમુખ સંદીપ દેસાઈને ટિકિટ ફાળવવામાં આવી છે. જાતિગત સમીકરણ પ્રમાણે ચોર્યાસી બેઠકો પર સંદીપ દેસાઈ ફીટ થતા નથી. પરંતુ ભાજપના સિમ્બોલ ઉપર આ બેઠક સરળતાથી જીતી જાય તેમ છે. સુરત શહેરના મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલની કામગીરી પાંચ વર્ષ દરમિયાન એવી કોઈ વધુ ચર્ચામાં રહી ન હતી. પરંતુ એમને લઈને કોઈ મોટા વિવાદ પણ સામે આવ્યા ન હતા. કોરોનાકાળ દરમિયાન તેમણે પોતાના મત વિસ્તારના લોકોને વધુ મદદરૂપ થયા હતા.
હર્ષ સંઘવીને શહેરમાં હર્ષ સંઘવીને બાદ કરતા માત્ર ઝંખના પટેલે પોતાના મતવિસ્તારના મજૂર વર્ગને ખાવાનું પહોંચી રહે તેના માટે સારી વ્યવસ્થા ઉભી કરી હતી. આ વિસ્તારના સેવાકીય પ્રવૃત્તિ સાથે જાેડાયેલા લોકો હતા. તેમની સાથે સંકલન ચાલુ કરીને રસોડા પણ શરૂ કર્યા હતા. સુરતની ચોર્યાસી બેઠક ઉપર ધારાસભ્ય ઝંખના પટેલનું પત્તું કપાઈ જતા કોળી પટેલોમાં પણ ગણગણાટ ઉભો થયો છે. ઝંખના પટેલના પિતા સ્વર્ગીય રાજુ પટેલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોળી પટેલ સમાજમાં તેમનું જબરજસ્ત પ્રભુત્વ હતું. ઝંખના પટેલે પણ તેમના અવસાન પછી આ બેઠક ઉપરથી મોટી સરસાઈથી વિજય મેળવ્યો હતો. કોળી પટેલ સમાજ ચોર્યાસી બેઠકો પર ભાજપ તરફળમાં વોટીંગ કરતું આવ્યું છે.
પિતા ધારાસભ્ય હોવાને કારણે ઝંખના પટેલ પણ રાજકારણમાં તેના અન્ય પરિવારના સભ્ય કરતા વધુ સક્રિય હતી. સંદીપ દેસાઈ એપીએમસી રમણ જાનીનો હાથ પકડીને આગળ વધ્યો હતો. ધીરે ધીરે સહકારી ક્ષેત્રમાં પોતાની પકડ બનાવવાનું શરૂ કર્યું હતું. એપીએમસી અને સુમુલ ડેરીમાં પણ તેણે સહકારી ક્ષેત્રમાં પોતાની ઓળખ ઉભી કરી હતી. હાલ અત્યારે સુરત જિલ્લા શહેરના પ્રમુખ હોવાને કારણે ભાજપમાં સંગઠનમાં પણ તેણે પોતાના માણસો ઊભા કરી દીધા હતા. ઝંખના પટેલ અને સાંસદ વચ્ચેના અહમના કારણે તે ફાવી ગયો હોવાની ચર્ચા છે.
ચોર્યાસી બેઠક ઉપર સૌથી વધુ મતદારો કોળી પટેલ અને પરપ્રાંતિયો છે. જેમાં ઉત્તર ભારતીયોની સંખ્યા પણ સૌથી વધુ છે. જાે આ બેઠક ઉપરથી કોળી પટેલને ટિકિટ આપવામાં ન આવે તો ઉત્તર ભારતીયને આ ટિકિટ આપવામાં આવે એ પ્રકારનું સમીકરણ અહીં ઊભું થાય છે. પરંતુ સંદીપ દેસાઈ કોઈપણ રીતે આ બેઠક ઉપર જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં રાખ્યો તો ફિટ થાય તેમ નથી છતાં પણ માત્ર સુરત જિલ્લાના ભાજપના પ્રમુખ અને સ્થાનિક સાંસદ સાથેના સારા સંબંધોને કારણે પાર્લામેન્ટરી બોર્ડમાં તેમનું નામ મુકવામાં આવ્યું હતું. જાે કે, અંતિમ ઘડીએ સ્થિતિ એવી થઈ ગઈ હતી કે, ઝંખના પટેલનું પત્તું કાપવા માટે તેની સામે કોઈને પણ ઉભો રાખી દેવામાં આવે તો તેની સાથે સહમતિ બતાવે તેવી સ્થિતિ હતી. જેનો સીધો લાભ સંદીપ દેસાઈને મળ્યો છે.
Recent Comments