સુરતની ડિંડોલી પોલીસે હનીટ્રેપ કેસમાં એક મહિલાની ધરપકડ કરી

આજકાલ હનીટ્રેપના કિસ્સા ખૂબ ચર્ચાસ્પદ બન્યા છે. સૌરાષ્ટ્રમાંથી તાજેતરમાં હનીટ્રેપના અનેક કિસ્સા બહાર આવ્યા છે. સુરતની ડિંડોલી પોલીસે આવા જ એક કિસ્સામાં નાસતી ફરતી એક મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ એક લોન એજન્ટને લોન લેવાના બહાને ઘરે બોલાવ્યો હતો અને બાદમાં હનીટ્રેપમાં ફસાવી દીધો હતો. જે બાદમાં એજન્ટ પાસેથી પૈસા પડાવ્યા હતા. આ મામલે યુવકની ફરિયાદ બાદ પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી હતી.
મહિલા છેલ્લા બે વર્ષથી નાસતી ફરતી હતી. આખરે પોલીસને મહિલાની ધરપકડ કરવામાં સફળતા મળી છે. સુરતમાં મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા બોલાવી બાદમાં ર્નિવસ્ત્ર હાલતમાં ફોટો પાડી લઈને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનારી ગેંગે સક્રિય છે. આજથી બે વર્ષ પહેલા ડિંડોલી કરાડવા રોડ, ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી વિજેતા ઉર્ફે વિનીતા સંજય વસંત કુંભારે લોન લેવાના બહાને એક લોન એજન્ટને ઘરે બોલાવ્યો હતો.
ત્યારબાદ તેના સાગરીત ગુડ્ડી, ઉમેશ અને સોનું છપરી સાથે મળી લોન એજન્ટને ખોટા ખેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા ૪૧ હજાર પડાવ્યા હતા. લોન એજન્ટને પોતાને હનીટ્રેપમાં ફસાવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તાત્કાલિક હરકતમાં આવીને ડિંડોલી પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી બે વર્ષ પહેલા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જાેકે, આ ગુનાની મુખ્ય સૂત્રધાર મહિલા ફરાર થઇ જવા પામી હતી.
Recent Comments