fbpx
ગુજરાત

સુરતની પાનસરા ય્ૈંડ્ઢઝ્રમાં ગેસ લીકેજની ઘટનાથી દોડધામઅડધા કલાકની જહેમત બાદ ફાયર વિભાગના અધિકારીઓએ ગેસ ગળતર પર અંકુશ મેળવ્યો

સુરતની પાનસરા ય્ૈંડ્ઢઝ્રમાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે. બંધ ખાનગી કંપની ગોડાઉનમાં ગેસ લીકેજની ઘટના બનતા દોડધામ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી. અને ગેસ ગળતર પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતો. લગભગ અડધા કલાકની જહેમત બાદ ફાયર વિભાગના અધિકારીઓએ ય્ઁઝ્રમ્ના અધિકારીઓની મદદથી ગેસ ગળતર પર અંકુશ મેળવ્યો હતો. ફાયર વિભાગની સતર્કતાને પગલે ગેસ ગળતરની ઘટનામાં કોઇ જાનહાની કે ઇજાના અહેવાલ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ કંપની ગોડાઉનમાં ગેસ લીકેજની દુર્ઘટનામાં ૪ લોકોના જીવ ગયા હતા. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે કંપની બંધ હતી તો ગોડાઉનમાં શું પ્રવૃતિ ચાલી રહી હતી.

Follow Me:

Related Posts