ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે, આ કડીમાં આજે વધુ એક મહિલાનું મોત હાર્ટ એટેકથી થયાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, સુરતની એક ૪૫ વર્ષીય મહિલાનું મોત આજે હ્રદય રોગનો હુમલો આવતા થઇ ગયુ છે. મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મહિલનાનું આજે હાર્ટ એટેકથી મોત થઇ ગયુ છે, આ મહિલાની ઉંમર ૪૫ વર્ષની હતી અને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, આ પછી અચાનક હ્રદય રોગનો હુમલો આવીગ ગયો હતો. જાેકે, બાદમાં મહિલાને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનુ મોત થયાની જાણ થઇ હતી.
સુરતની મહિલાને આવ્યો હ્રદય રોગનો હુમલો, સારવાર દરમિયાન થયું મોત





















Recent Comments