સુરતની વસ્તુ સુરતથી જ વેચાશે, વિદેશીઓ સુરતમાં હીરા ખરીદવા માટે આવશે : હર્ષ સંઘવી
આજે સુરતવાસીઓ માટે મહત્વનો દિવસ છે.આજે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડીંગ એટલે કે સુરતની ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થવાનું છે. જેનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. તો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તો તેમના જણાવ્યા અનુસાર નાગરિકો પીએમ મોદીને આવકારવા માટે રોડ પર આવ્યા છે.તો સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલનો દરજ્જાે અને લોકાર્પણ પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. તો દુનિયાની સૌથી મોટી ઓફીસ બિલ્ડીંગ આજે નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લી મૂકવામાં આવશે.
તો ડાયમંડ બૂર્સ દુનિયાનું ડાયમંડ હબ સુરતમાં બનવા જઈ રહ્યું છે. ડાયમંડ હબનો વિચાર મૂકનાર મોદીજી જ લોકાર્પણ કરશે. તો મેન્યુફેક્ચર થયા બાદ સુરતની વસ્તુ મુંબઈ, દુબઈ જતી હતી. સુરતની વસ્તુ સુરતથી જ વેચાશે, વિદેશીઓ સુરતમાં હીરા ખરીદવા માટે આવશે. ૨૦૧૪ પહેલા સુરતને ફ્લાઇટ પણ આપવામાં નહોતી આવતી.સંયુક્ત પરિવારને બદલે ઉદ્યોગો સુરત અને મુંબઈ અલગ અલગ જગ્યાએ ઉદ્યોગ માટે રહેતા હતા. ટેક્સ અને જીએસટીનો લાભ ગુજરાતને મળતો થશે. વેપારીઓને સુરક્ષા અને તેમનું ધ્યાન આપવામાં આવશે.
Recent Comments