સુરતમાં રહેતી ૫૬ વર્ષીય વિધવા મહિલાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરી લંડન લઇ જવાની લાલચ આપી ભેજાબાજે ૫.૧૫ લાખ રોકડા તેમજ ૭ લાખના દાગીના પડાવી લીધા હતા. જાે કે મહિલાને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ કરી મોરબી જિલ્લામાંથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ૭ લાખના દાગીના કબજે કર્યા હતા.
સુરતની વિધવાને લગ્ન કરી વિદેશ જવાની લાલચ આપી ૧૨ લાખ પડાવનારને પોલીસે મોરબીથી પકડી પાડ્યો

Recent Comments