ગુજરાત

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે પ્રતિબંધિત ૫.૮૭૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી લીધો

નશાના કાળા કારોબારને નસતે નાબૂદ કરવા સુરત પોલીસ જાણે એક્ટિવ થઈને કામગીરી કરી રહી હોય તેવા કિસ્સાઓ ચોક્કસપણે નજરે પડી રહ્યા છે, જે ખુબજ સરાહનીય વાત છે. આ વખતે સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે પ્રતિબંધિત ૫.૮૭૦ કિલોગ્રામના ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી લીધો છે, અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછ બહાર આવ્યું હતું કે, ગુજરાતના સુરતમાં પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામથી લાવવામાં આવતો હોય છે. નશાકારક ગાંજાના જથ્થા સાથે આરોપીઓને અગાઉ પણ ઝડપી પાડવામાં આવ્યાં હતાં. જો કે, છેલ્લા થોડા સમથી ટ્રેનની જગ્યાએ અન્ય રસ્તે ગાંજો શહેરમાં ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. બાતમી મળતાં જ પોલીસે ૫.૮૭ કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્‌યો છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને મળેલી બાતમી મળી હતી. સચીન-તલંગપુર રોડ ઉપર આવેલી કૌશલપાર્ક સોસાયટીમાં રૂમમાં માદક પદાર્થ હોવાની ચોક્કસ બાતમી હતી. જેના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં ૫.૮૭૦ ગ્રામ ગાંજો મળ્યો હતો. જેની અંદાજે કિંમત ૫૮૭૦૦ જેટલી થાય છે. પકડાયેલ આરોપી બિકાશ કિશોર ગૌડા ૨૧ વર્ષની ઉંમરનો છે. તે ઓડિશાનો રહેવાસી છે. હાલ પોલીસે બિકાશને કોણે મોકલ્યો હતો તથા તે કોને આ ગાંજો આપવાનો હતો તે અંગે હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts