સુરતમાં વધુ એક મહિલા છેડતીનો બનાવ સામે આવ્યો છે, વિધર્મી યુવાને મહિલાની લાજ લેવાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ આ અંગે સુરતના ઉમર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસ કેસની તપાસ કરી રહી છે. માહિતી પ્રમાણે, સુરતમાં એક મહિલાનો છેડતીનો પ્રયાસ થયો છે, મુંબઇથી ઇવેન્ટ મેનેજમેન્ટની એક મહિલા સુરત આવી હતી, મહિલા હૉટલમાં હતી તે દરમિયાન ઇવેન્ટ મેનેજમેન્ટના મલિકે જ મહિલા સાથે શારીરિક અડપલા કર્યા અને લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો, વિધર્મી દ્વારા છેડતી થતાં જ મહિલા પોતાનો જીવ બચાવવા માટે હૉટલના બાથરૂમમાં ભરાઇ ગઇ હતી.બાદમાં મહિલાએ સમગ્ર ઘટના અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતની હૉટલમાં વિધર્મીએ મહિલાની લાજ લેવાનો કર્યો પ્રયાસ, મહિલાએ ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

Recent Comments