સુરત:બારડોલીના કિકવાડ ગામેથી ઝડપાયા બે મહાકાય અજગરો,રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળ પર ખસેડાયા.!
બારડોલીના કીકવાડ ગામેથી પકડાયા ૨ મહાકાય અજગર,અજગરનું રેસ્ક્યુ કરી જંગલમાં સુરક્ષિત છોડવામાં આવશે,અજગરને જોવા લોકોનું ટોળું એખઠું થયું.
સુરતના બારડોલી તાલુકાના નવી કિકવાડ ગામે રહેતા મહેશભાઈ દયારામભાઈ પટેલ નું ખેતર નવી કિકવાડ ગામની સીમમાં આવેલુ છે ગઈ કાલે સાંજે ૭ વાગ્યાના અરસામાં પોતાના ખેતરમાં જતાં મહેશભાઈ અને તેમના મજુરોએ પાણીની બંધ પાઈપલાઈનમાં બે મહાકાય અજગર ને જોતા ગભરાય ગયા હતા અને નવી કિકવાડ ના સરપંચ કિશન મુકેશભાઈ ચૌધરીને જાણ કરતાં કિશન ચૌધરીએ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ના પ્રમુખ જતિન રાઠોડને જાણ કરી હતી ત્યારે જતીન રાઠોડ અને એમની ટીમ નવી કિકવાડ ગામે જઈ જોતા નવી કિકવાડ ગામના સરપંચ કિશન ચૌધરીએ એક અજગર ને પકડી લીધો હતો અને ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યોએ એક અજગરને પકડ્યો હતો બંને અજગર ને અંધકારમાં એક કલાક ની ભારી જહેમત બાદ સહીસલામત રેસ્ક્યુ કરી પકડી લેવામાં આવ્યા હતા અજગર પકડવાની વાત ગામમાં ફેલાતા અજગરને જોવા લોક ટોળું એકઠું થયું હતું ત્યાર બાદ જતીન રાઠોડ તેનજ સામાજિક વનીકરણ ના આર.એફ.ઓ સુધાબેન ચૌધરીને જાણ કરાતા સુધાબેન ચૌધરી અને વનવિભાગની ટીમ પણ નવી કિકવાડ ગામે પહોંચી હતી અને બંને અજગરને જોતા નર અને માદા હોવાનું જણાયું હતું.એક અજગર 12 ફુટ અને 17 કિલો વજન ધરાવે છે અને બીજો અજગર 8 ફુટ અને 11 કિલો વજન ધરાવે છે બંને અજગર સુરક્ષિત અને હેલ્થી છે હવે બંને અજગર ની બારડોલી પશુ ચિકિત્સક પાસે પ્રાથમિક તપાસ કરાવ્યા બાદ અજગરને નજીકના જંગલમાં સુરક્ષીત છોડી દેવામાં આવશે.
Recent Comments