fbpx
ગુજરાત

સુરતમાંથી પોલીસે દારૃની મહેફિલ માણતા ત્રણ મહિલા સહિત દસ લોકોની ધરપકડ

સુરત શહેરના અલથાણ પાંડેસરા ખાડી બ્રીજ પાસે આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં ગત મોડી રાત્રે લક્ઝુરીયસ સ્ટાઈલમાં ચાલતી દારૂની મહેફિલમાં પોલીસે રેડ પાડી રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે મહેફિલમાંથી ત્રણ મહિલા સહિત દસને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ૧૦ પૈકી પાર્ટી પ્લોટના માલિકે સાળાની પત્નીનું શ્રીમંતને લઈને દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું.

ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ પી.આઈ ટી.વી.પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના પીએસઆઈ એ.કે.કુવાડિયા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે વખતે એવી બાતમી મળી કે અલથાણ પાંડેસરા ખાડી બ્રીજ પાસે આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જે બાતમીને વર્ક આઉટ કરી પાર્ટી પ્લોટમાં રેડ પાડી હતી. જેમાં ત્રણ મહિલા સહિત દસ જણા ટેબલ ખુરશી ગોઠવી લક્ઝુરીયસ સ્ટાઈલમાં દારૂની મહેફિલ માણતા હતા. ટેબલ ઉપર દસ ગ્લાય દારૂ ભરેલ અને દસ ગ્લાસ પાણી ભરેલા પડ્યા હતા.

પોલીસને સ્થળ પરથી છ બીયર કબજે કરી હતી. જેમાં ત્રણ ખાલી અને ત્રણ ભરેલા હતા. જયારે બે ઈંગ્લીશ દારૂની બોટલ, સોડાની બોટલ, બાલાજી કંપનીના દાણાના પેકેટ મળી આવી હતી. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઝડપાયેલા તમામ લોકો એકબીજાના કુટુંબમાં થાય છે. જેમાં એક પાર્ટી પ્લોટના માલિક પુકાર પટેલ છે. મહેફિલનું આયોજન પુકારે તેના સાળાની પત્નીનું શ્રીમંત હોવાથી કર્યું હતું અને તેના માટે બીયર અને ઈંગ્લીશ દારૂની બોટલ ઉધના રેલવે પટરી પાસેથી અજાણ્યા પાસેથી પાંચ દિવસ પહેલાં લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts