સુરતના કીમ સ્ટેશન પાસે ભાંગફોડિયા તત્વો દ્વારા ટ્રેનને પાટા પરથી ઉથલાવવાના પ્રયાસનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તે દરમિયાન અજાણ્યા લોકોએ ટ્રેનના પાટા પર ફિશ પ્લેટ ખોલી હતી. મળતી માહિતી મુજબ વડોદરા ડિવિઝનમાં ટ્રેનને પલટી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના કીમ સ્ટેશન પાસે ભાંગફોડિયા તત્વો દ્વારા ટ્રેનને પાટા પરથી ઉથલાવવાના પ્રયાસનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તે દરમિયાન અજાણ્યા લોકોએ ટ્રેનના પાટા પર ફિશ પ્લેટ ખોલી હતી. મળતી માહિતી મુજબ વડોદરા ડિવિઝનમાં આવતી ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં અજાણ્યા લોકોએ ટ્રેનના અપ ટ્રેકની ફિશ પ્લેટ ખોલી અપ ટ્રેક પર મૂકી દીધી હતી. જાે કે આ તમામ બાબતોને જાેતા રેલ્વે અધિકારીઓએ તાત્કાલિક ર્નિણય લઇ ટ્રેનની કામગીરી તાત્કાલિક બંધ કરી દીધી હતી. ઘટનાની ગંભીરતા સમજીને રેલવે કર્મચારીઓએ બીજી તરફ નવી ફિશ પ્લેટ લગાવીને ટ્રેન સેવા પુનઃ શરૂ કરી હતી. આ બનાવ અંગે રેલવે વિભાગ વધુ તપાસ હાથ ધરે તે જરૂરી છે. કારણ કે, આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે.
તેઓએ ફરિયાદ નોંધી અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે. રેલ્વે વિભાગે લોકોને સહકાર આપવા વિનંતી કરી છે, જેથી લોકોમાં અવિશ્વાસના બીજ ન ફેલાય. આ ઘટના રેલ્વે સુરક્ષા અંગે જાગૃતિ લાવવા અને કડક પગલાં લેવાનું કહે છે. ટ્રેન મુસાફરોની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને રેલવે વિભાગે આ સંદર્ભમાં કોઈપણ ક્ષતિને ગંભીરતાથી ધ્યાનમાં લેવાની જરૂર છે.


















Recent Comments