fbpx
ગુજરાત

સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસીની સજાની માંગ

દિવાળીના દિવસે પાંડેસરા-વડોદ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની અઢી વર્ષની માસૂમ પુત્રી સાથે બળાત્કાર અને હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. પાંડેસરા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. અઢી વર્ષની બાળકી સાથે જધન્ય કૃત્ય આચરનાર નરાધમ ગુડ્ડુકુમાર યાદવ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. પરિવાર વતન બિહારન ખૈરા મઠીયા ગામ ખાતે રહે છે જયારે છેલ્લા ૧૨ વર્ષથી ગુડ્ડુ સુરતમાં રહે છે અને પાંડેસરા જીઆઇડીસીની આર્મો ડાઇંગ મીલમાં નોકરી કરે છે. પોલીસને ગુડ્ડુના મોબાઇલમાંથી કેટલાક પોર્ન વિડીયો મળી આવ્યા છે. દિવાળીની સાંજે તેણે મોબાઇલમાં પોર્ન વિડીયો જાેયા હતા અને ત્યાર બાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર પડતા તેનું અપહરણ કરી બદકામ કર્યાની કબૂલાત કરી હતી. અઢી વર્ષની બાળકીનું નરાધમ ગુડ્ડુકુમાર યાદવએ અપહરણ કર્યાના ગણતરીના કલાકમાં જ દુષ્કર્મ આચરી જધન્ય કૃત્ય આચાર્યુ હતું. માસૂમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબના જણાવ્યા મુજબ બાળકી સાથે એટલી હદે ક્રુરતા કરવામાં આવી હતી કે યોનિમાંથી આંતરડા બહાર આવી ગયા હતા. ઉપરાંત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું. બાળકીનું મોઢું અને નાક દબાવી શ્વાસ રૂંધાવી હત્યા કરી હોવાથી મોંઢા અને નાક પાસે પણ ઇજાના નિશાન મળી આવ્યા હતા.પોલીસે ૧૨૪૬ પાનાની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ હતી. ડોક્ટરો, એફએસએલ, આરોપીના ઘર માલિક, મિત્ર અને અન્ય સાક્ષીઓની સર અને ઉલટ તપાસ પૂરી થઈ ગયા બાદ અંતિમ દલીલો પહેલી ડિસેમ્બરના રોજ મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યાના કેસમાં આજે કોર્ટમાં ચુકાદો આવશે. પાંડેસરા પોલીસે બાળકી ગુમ થયા બાદ ગણતરીના દિવસોમાં મૃતદેહને શોધી કાઢ્યા બાદ આરોપીની ધરપકડ કરી તમામ પુરાવાઓ ભેગા કર્યા હતા. ગણતરીના દિવસોમાં એટલે કે લગભગ ૭ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બન્ને પક્ષકારોની દલીલો પૂર્ણ થયા બાદ આજે ચુકાદો આવશે. આરોપીને વધુમાં વધુ સજા મળે એવી માગ સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાએ કરતાં કહ્યું કે, ૯૯ ટકા લોકો ઈચ્છે કે, આ બર્બરતાપૂર્ણ કૃત્યની સજા ફાંસીથી ઓછી ન હોય શકે. ૪ થી નવેમ્બરના રોજ દિવાળીની રાત્રે પાંડેસરા-વડોદ વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. મૂળ બિહારના જહાનાબાદના વતની અને આરોપી ગુરુકુમાર મધેશ યાદવે બાળકી પર બળાત્કાર અને હત્યા કરી મૃતદેહને ત્યાંના ઝાડી ઝાખરામાં નાંખી દીધો હતો. પાંડેસરા પોલીસે અપહરણ બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.

Follow Me:

Related Posts