fbpx
ગુજરાત

સુરતમાં આંગણવાડી બહેનોના ગણવેશ કૌભાંડ અંગે ગુનો નોંધાયો

વર્ષ – ૨૦૧૮/૧૯ માં આંગણવાડીમાં સાડી આપવાની કામગીરી શરૂ કરાઈ હતી. રાજ્યના જુદા જુદા જિલ્લામાં કચેરી દ્વારા જણાવાયા મુજબ રામેશ્વર ટેક્સ ટાઈલ મિલ દ્વારા સાડીઓ પહોંચાડવામાં આવી હતી. જેનાં પેટે બીલો પણ કચેરીએ ડાયરેક્ટરો દ્વારા મોકલી આપવામાં આવ્યા હતા. જાેકે, મહિલા બાળ વિકાસ કમિશ્નરની લોજિસ્ટીક શાખા દ્વારા ઉક્ત રામેશ્વર ટેક્સ ટાઈલ મિલના ડીલીવરી ચલણ અને બીલોની ચકાસણી કરાઈ હતી. ચકાસણીમાં સાબરકાંઠા, અરવલ્લી અને છોટા ઉદેપુર ખાતેનહીં મોકલી આપવામાં આવેલી સાડીઓ પેટે મૂકવામાં આવેલા ડીલીવરી ચલણ સાથે જે તે પ્રોગ્રામ ઓફિસરનાં (એનેકક્ષર -૩) પ્રમાણપત્ર ખોટી સહીઓથી કરાયા હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે ખુલાસો કરવાં ડાયરેકટરોને સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ તેમના તરફથી કોઈ સંતોષજનક જવાબ આપવામાં આવ્યો ન હતો આમ આર્થિક ફાયદો મેળવવા ખોટા ડીલીવરી ચલણ રજૂ કરી કચેરીમાંથી રૂપિયા એઠવાનું કાવતરું બહાર આવતાં બાળ વિકાસ અધિકારી કિંજલ કૈલાશભાઈ દવેએ સેકટર – ૭ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે આઇપીસી કલમ ૪૦૬,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છેરાજ્યની આંગણવાડી અને તેડાગર બહેનોને ગણવેશ પેટે આપવામાં આવતી સાડીઓમાં કૌંભાડ થયાનું સામે આવ્યું છે. સુરતની સ્/જી રામેશ્વર ટેક્સ ટાઈલ મિલના ડાયરેકટરો દ્વારા સાડીઓના ડીલીવરી ચલણ સાથે પ્રોગ્રામ ઓફિસરનાં ખોટા પ્રમાણપત્ર રજૂ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કૌભાંડ થયાનું તપાસમાં બહાર આવતા રાજ્ય મહિલા બાળ વિકાસ કમિશ્નર કચેરીનાં યોજના અધિકારીએ સેકટર – ૭ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીનગર જીવરાજ મહેતા ભવન ખાતે કાર્યરત રાજ્ય મહિલા બાળ વિકાસ કમિશ્નર કચેરી દ્વારા રાજયમાં કાર્યરત ૫૩૦૩૯ આંગણવાડીના કાર્યકર તેમજ તેડાગર બહેનોને ગણવેશ માટે સાડીની ખરીદી ટેન્ડર થકી ખરીદી કરાય છે. જેનું ટેન્ડર સ્/જ રામેશ્વર ટેક્સ ટાઈલ મિલને આપવામાં આવ્યું હતું. જેની શરતો મુજબ વર્ષ-૨૦૧૬/૧૭, ૨૦૧૭/૧૮ અને ૨૦૧૮/૧૯ માટે ઝોન દીઠ અલગ અલગ ૧૨ વર્ક ઓર્ડર ઉક્ત મિલને આપવામાં આવ્યા હતા. આ મિલના ડાયરેક્ટર રાજેશ રામેશ્વરદાસ બંસલ, વિનીતા પ્રમોદ દેવકર થતાં ટેક્સ ટાઇલ મિલના ઓથોરિટી તરીકે સહી કરનાર કીર્તિદા બંસલ (તમામ રહે. પ્લોટ – ૪૩૫, જીઆઈડીસી સચિન, સુરત તથા ૭૧-૭૩ જૂના હનુમાન લેન્ડ મુંબઈ કામ કરે છે.) જે અંગે વીનીતા દેવકર મહિલા બાળ વિકાસ કમિશ્નર કચેરી સાથે જરૂરી પુરાવા અંગે પત્ર-ઈમેલથી કોમ્યુનિકેશન કરતા હતા.

Follow Me:

Related Posts