સુરતમાં આરોપીઓને માર મારતા કોર્ટે પીઆઇ,ડી સ્ટાફ પીએસઆઇ વિરુદ્ધ વોરંટ કાઢ્યું
લિંબાયત પોલીસે એક યુવાનને મારામારીના ગુનામાં ત્રણ દિવસ અગાઉ અટકાયતમાં લીધો હતો. પકડાયેલા યુવાનને કોર્ટ સમક્ષ રજૂ ન કરીને ઢોર માર માર્યો હતો. આ બનાવમાં યુવાનના પિતાએ કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી. જેથી પીઆઈ અને ડી સ્ટાફ પીએસઆઇ વિરુધ્ધ સર્ચ વોરંટ કાઢીને કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ કર્યો છે. કોર્ટે યુવકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પોલીસને જણાવ્યુ હતું.
લિંબાયત વિસ્તારમાં આવેલ મદીના મસ્જીદ પાસેના શાસ્ત્રી ચોકમાં રહેતા અલી ઇસ્માઇલ ગોગા (મૂળ ૨હે, વોરા સમની, જી,ભરૂચ) રેતી કપચીના ધંધા સાથે સંકળાયેલા છે. ૨૧ જુનના રોજ બપોરે તેમના પુત્ર આશિફ (ઉ.૩૨) અને રશીદ શેખ વચ્ચે પંચર બનાવવા મામલે મારામારી થઇ હતી. આ ગુનામાં લિંબાયત પોલીસના ડિ સ્ટાફના કર્મચારીઓ બે રીક્ષામાં આવીને આશિફને પકડીને પોલીસ મથકે લઇ ગયા હતા. બાદમાં પોલીસકર્મી દ્વારા આશિફને પીઠ, પડખા અને પગના ભાગે ઢોર માર માર્યો હતો. એવા સમયે આશિફના પિતાએ પોલીસને પૂછયુ કે, મારા પુત્રને કયાં ગુનામાં અટક કરી છે. તો પોલીસ મથકના પોલીસકર્મીએ પિતાને પીઆઇ કે ડી સ્ટાફના પીએસઆઇની પરવાનગી લઇને આવવાનું કહી રવાના કરી દીધા હતાં. અંતે તો પોલીસે આશિફને મળવા દેવા માટે પણ ઇનકાર કરી દેવાતા ગોગા પરિવારને કોર્ટમાં જવાની ફરજ પડી હતી.
Recent Comments