fbpx
ગુજરાત

સુરતમાં ઇ-વ્હિકલ ખરીદનારને વાહન વેરો નહીં ભરવો પડે

હાલમાં પાલિકા ચાર્જિંગ સ્ટેશન માટે ૨૦૦ સ્થળ શોધી રહી છે. ચાર્જિંગ સ્ટેશનોના ડિજિટલ ડેટા બેઝ તૈયાર કરાશે. જેનાથી લોકેશન, ચાર્જિંગનો પ્રકાર, પ્રાઇસ, ઓફરો અને કેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે તેવી માહિતી ચાલકોને વેબ તથા એન્ડ્રોઇડ એપ્લિકેશનથી જ મળી રહેશે. પોલિસીના ભાગરૂપે પાલિકાના ૧૬ હજાર કર્મીઓને ઇ-વ્હિકલ ખરીદવા લોન આપી શકે છે. આ માટે જીસ્ઝ્ર એમ્પ્લોઇ ક્રેડિટ સોસાયટી સાથે સંકલન સાધી જરૂરી વ્યવસ્થા કરશે. પાલિકા ઇ-પિંક ઓટો પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને ૫ હજાર પ્રતિ ઓટો નાણાકીય સહાય પણ આપશે. જે કેન્દ્ર-રાજ્ય સરકાર તરફથી મળનારી સહાય ઉપરાંતની હશે. ગુરુવારની સ્થાયીમાં પોલિસીની મંજૂરી માટે ચર્ચા કરાશે, જેમાં અમલ, મીડ ટર્મ રિવ્યૂ, ટેક્નોલોજિકલ સુધારા માટે મેનેજિંગ કમિટી તથા ઇમ્પ્લિમેન્ટિંગ કમિટીની રચના પણ કરાશે. પાલિકાએ ઇ-વ્હિકલ પોલિસીના ભાગરૂપે પાલિકા ૫૭૫ સિટી બસ, ૧૬૬ બીઆરટીએસ પણ ઇ-બસમાં બદલશે. ડોર ટુ ડોર ગાર્બેજ ટેમ્પોને પણ ઇ-વ્હિકલમાં ફેરવાશે.શહેરને પ્રદુષણ મુક્ત પરિવહનના ઉદ્દેશ સાથે પાલિકા સુરત સિટી ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) પોલીસી ૨૦૨૧નો અમલ કરવા જઇ રહી છે. શહેરને દેશનું પ્રથમ ઇ.વી સ્માર્ટ સિટી બનાવવાના વિઝન સાથે પોલિસી તૈયાર કરાઈ છે. જેની અમલવારી ૩૦ જૂન, ૨૦૨૫ સુધીની રહેશે. પોલિસી અંતર્ગત રાજ્ય ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસીમાં નિર્ધારિત કરેલા ઇલેક્ટ્રિક વાહનોના લક્ષ્યાંક પૈકી ૨૦ ટકા વાહનો શહેરની પરિવહન સેવામાં સામેલ કરાશે. જૂન, ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં કુલ ૨ લાખ ઇલેક્ટ્રિક વ્હીકલના લક્ષ્યાંક સામે શહેરમાં ૪૦ હજાર વ્હીકલ પરિવહન સેવામાં સામેલ કરાશે. ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા વ્હીકલ ટેક્સમાં માફીની જાેગવાઇ છે. પ્રથમ વર્ષે ઇ-વાહન ખરીદનારને વ્હીકલ ટેક્સમાંથી ૧૦૦ ટકા મુક્તિ, બીજા વર્ષે ૭૫ ટકા, ત્રીજા વર્ષે ૫૦ ટકા તથા ચોથા વર્ષથી પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી ૨૫ ટકા માફી અપાશે. આ ઉપરાંત પ્રથમ ૩ વર્ષ માટે એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જમાંથી મુક્તિ અપાશે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં શહેરમાં ૬ મહિનામાં જ ૫૫૦ ઇ-બાઇક અને ૧૬૪ ઇ-કારનું રજિસ્ટ્રેશન થયું છે. એક સરવે મુજબ જૂન-૨૦૨૫ સુધીમાં સરકાર નવા ૨ લાખ ઇ-વાહનો ખરીદશે, જેમાં સુરતમાં ૪૦ હજાર ઇલેક્ટ્રિક વ્હિકલ્સને પરિવહન સેવામાં સામેલ કરાશે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સુરત કુલ ૬૦ સોલાર સિટીની યાદીમાં સામેલ છે. હવે ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસીના પ્રથમ ૪૦ હજાર વાહનોના લક્ષ્યાંકને હાંસલ કરીને ઇલેક્ટ્રિક વ્હિકલ સ્માર્ટ સિટીની ખ્યાતિ પણ પામે તેની તૈયારી શરૂ કરવામાં આવી છે.ફલાય ઓવરોની નીચે ચાર્જિંગ પોઇંટ બનાવાશે. વાહનને ચાર્જ થતાં ૧-૨ કલાક લાગતા હોવાથી સાથે ગેમ ઝોન પણ બનાવાશે. શહેરમાં ૫ વર્ષમાં ૫૦૦ પોઇન્ટ બનાવાશે. જેમાં ૧૫૦ પીપીપી ધોરણે જ્યારે ૧૫૦ મોલ-મલ્ટિપ્લેક્સ, શોપિંગ સેન્ટર જેવા જાહેર સ્થળોએ બનાવાશે, જેનું રજિસ્ટ્રેશન, ર્દ્ગંઝ્ર વગેરે ઝડપથી મળે તે માટે સિંગલ વિન્ડો બનાવાશે.

Follow Me:

Related Posts