સુરતમાં ઈ-બાઈકના શોરૂમમાં વિકરાળ આગ લાગવાનો બનાવ
સુરતમાં નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈ-બાઈકના શોરૂમમાં વિકરાળ લાગવણો બનાવ બન્યો હતો. ઈ-બાઈકના શોરૂમમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાંજ ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણ રીતે ઓલવી દેવામાં આવી હતી, આ બનાવમાં કોઈ જાનહાનિ ના સમાચાર નથી પણ ઈ-બાઈકના શોરૂમમાં ખૂબ મોટા પ્રમાણ માં બધી વસ્તુઓ બળી જવાથી શોરૂમ માલિકને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. આગ લાગવાની ઘટના ની જાણ થતાજ પોલીસ વિભાગ પણ દોળી આવ્યું હતું, પણ ઈ-બાઈકના શોરૂમમાં આ વિકરાળ આગ કેવી રીતે લાગી તેની પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
Recent Comments