ગુજરાત

સુરતમાં એક સપ્તાહમાં પરિવારના ૩ લોકોના મોત,૧ ગંભીર

સુરતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે ખતરનાક બની રહ્યો છે. સુરતમાં હાલ તમામ સ્મશાનગૃહોની પરિસ્થિતિ જાેઈએ તો ડર લાગે તેમ છે. સુરતમાં સ્મશાનમાં અંતિમ સફરમાં પણ લાંબી કતારો જાેવા મળી રહી છે, જ્યારે હોસ્પિટલોમાંથી એક એમ્બ્યુલન્સમાં એક સાથે અનેક મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે, ઈલેક્ટ્રોનિક અને લાકડાંમાં અગ્નિસંસ્કાર માટે લાંબુ વેઇટિંગ જાેવા મળી રહ્યું છે. ત્યારે સુરતમાં એક પરિવાર માટે કોરોના કાળ બનીને ત્રાટક્યો છે. સુરતમાં એક સપ્તાહમાં એક જ પરિવારના ૩ લોકોના દુઃખદ મોત થયા છે, જ્યારે હાલ એક વ્યક્તિની હાલત ગંભીર જાેવા મળી રહી છે. સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં હસતો રમતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે. પરિવારમાં માતા-પિતા અને કાકીનું મોત થઈ ચૂક્યું છે, જ્યારે કાકા હજુ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ છે અને બે સભ્ય હાલ ક્વોરન્ટાઈનમાં છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સૂરતમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. ત્યારે સુરતમાં એક પરિવાર પર ગાજ પડી છે. એક સપ્તાહમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતા પરિવાર પર આભ તુટી પડ્યું છે. હાલ હજુ એક સભ્ય ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. જાેગણી પરિવારના એક સદસ્યના માતા-પિતા, કાકા-કાકી સંક્રમિત થયા હતા. જેમાં રવિવારે ૭૦ વર્ષીય માતાનું મોત, સોમવારે ૫૫ વર્ષીય કાકીનું મોત, ગુરુવારે ૭૪ વર્ષીય પિતાનું મોત થયું છે. કાકા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પરિવારના બે સભ્ય હજુ પણ હોમ કોરોન્ટાઈન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોના સંક્રમણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. શહેરના મુખ્ય ૩ સ્મશાનગૃહ સતત ધમધકોર ચાલું છે. પ્રોટોકોલ મૂજબ રાઉન્ડ ધ ક્લૉક અંતિમવિધિ કરવામાં આવી છે. સ્મશાન ગૃહોમાં સતત વેઈટિંગની સ્થિતિ વચ્ચે ઉમરા સ્મશાનમાં ૭૦થી વધુ મૃતદેહ વેઈટિંગમાં છે. ઉમરા સ્મશાન ગૃહનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરકારી ચોપડે ગઈકાલે ૧૪ મોત નોંધાયા હતા. મહામારીમાં લોકો ટપોટપ મરી રહ્યા છે. કલાકોની વેટિંગ સ્મશાન ગૃહમાં ચાલી રહી છે. સરકારી આંકડામાં ગત રોજ ૧૪ મોત નોંધાયા છે.

Related Posts