એરપોર્ટને નડતી વેસુ તરફની હાઇરાઇઝ બિલ્ડિંગોને બચાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે. જેમાં ૩૮૧૦ મીટરનો નવો રનવે બનાવવા પર ભાર મૂકાયો છે. જે માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસે તાકિદે ૮૧૫.૪૧ હેકટર જમીન ફાળવવા માંગ કરી છે. એરપોર્ટના ડિરેક્ટર અમન સૈનીએ જણાવ્યું હતું કે, આ માટે પ્રપોઝલ તૈયાર કરી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મોકલાઈ છે. હવે બિલ્ડિંગનો ફરી સરવે કરી આગળ વધીશું. હાલનો રનવે ૨,૯૦૫ મીટરનો છે. પરંતુ ફ્લાઇટના લેન્ડિંગ રૂટમાં આવતા ૨૭ પ્રોજેક્ટના ૧૦૨ બિલ્ડિંગના કારણે વેસુ અને ઉમરા તરફનો ૬૧૫ મીટર રનવે બ્લોક કરાયો છે. જેથી રનવે એક્સટેન્સન સાથે એપ્રોચ લાઇટ માટે ૩૯.૨ હેક્ટર જમીનની જરૂર છે. જેથી તે જમીન પણ રાજ્ય સરકાર ફાળવી આપે તે માટે કેન્દ્ર સરકારે પત્ર લખ્યો છે. આ સાથે વી વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટે પણ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. દેશમાં ઇન્દોર બાદ સુરત એરપોર્ટ એવું છે કે જેને ૨,૧૯૩.૯૩ એકર જમીનની જરૂર છે. જેથી મંત્રી જ્યોતિરાજે સિંધિયાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી તાકિદે જમીન આપવા કહ્યું છે. સુરત માટે શરૂઆતથી એક્ટિવ રહેલા વી વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટ ગ્રુપે લંડન, દુબઇ, બેંગકોક અને સિંગાપોરની ફ્લાઇટ મળે એવી સરકાર સમક્ષ માંગણી કરી છે.
સુરતમાં એરપોર્ટ પર નવો રન-વે બનાવવા ૮૧૫ હેક્ટર જમીનની માંગી

Recent Comments