કોરોના સંક્રમણને કારણે લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ હતી અને ત્યારબાદ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે ખૂબ જ જરૂરી હતું. જેમાં સરકાર દ્વારા બાળકોની વિશેષ ચિંતા કરતાં શાળા અને કોલેજાે શરૂઆતના તબક્કામાં જ બંધ કરાવી દીધી હતી. કોરોના સંક્રમણના પહેલા તબક્કાથી લઈને ત્રીજા તબક્કા સુધી શાળાઓને શરૂ કરવી કે કેમ તે પ્રશ્ન સૌથી વધારે સરકાર માટે પડકારો કર્યો છે. કોરોના સંક્રમણના ત્રીજા તબક્કામાં શરૂઆતમાં જ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી જેને કારણે અનેક પ્રશ્નો ઉભા થયા હતા. સરકારના તમામ આદેશોને અમે માન્ય રાખીએ છીએ. કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીઓ ના પડે નાના બાળકોનું આરોગ્ય સુરક્ષિત રહે તેના માટે સરકારે ખૂબ જ ચિંતા કરે છે.
સમયસર શાળાઓ શરૂ કરવી સમયસર શાળાઓ બંધ કરવી વગેરે તમામ ર્નિણયો લેવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ જાેતા સરકારે જ આદેશ કર્યા છે તે પ્રમાણે અમારી સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓ હાજર રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા સમય બાદ સો ટકા વિદ્યાર્થીઓની હાજરીથી સાથે શાળા શરૂ થતા અમને અને બાળકો અને વાલીઓમાં પણ આનંદ છે પ્રેસિડેન્સી શાળાના આચાર્ય કુમારી દીપીકા શુક્લાએ જણાવ્યું કે શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ આનંદથી પ્રવેશી રહ્યા છે. નાના-નાના ભૂલકાઓ સાથે લઈને ધોરણ ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓ આજે શાળામાં હાજર રહ્યા હતા. આજે અમે પણ ખૂબ જ ખુશ છે કે અમારા તમામ બાળકો જાણે અમારો પરિવાર હોય તેમ હોય તો સો ટકા જેટલી હાજરી શાળામાં યોજાતા ફરી એક વખત શાળામાં આનંદની કિલકારીઓ ખૂબ જ જાેરશોરથી ગુંજી રહી છે. સરકારે આપેલી તમામ સૂચનાઓનું અંબે ખૂબ જ ગંભીરતાથી પાલન કરી રહ્યા છે કે આગામી દિવસોમાં હવે પરીક્ષાઓ શરૂ થશે.કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવતાની સાથે જ ધીરે ધીરે શાળા-કોલેજાે શરૂ કરી દેવામાં આવી હતી.
વિશેષ કરીને ૧થી ૧૨ ધોરણ સુધીના વર્ગખંડ કેવી રીતે ચાલુ કરવા અને કેટલાં તબક્કામાં ચાલુ કરવા તેને લઈને સરકારે સમયાંતરે ર્નિણયો લેતી રહી છે. આજે સંપૂર્ણપણે કોરોના સંક્રમણ કાબૂમાં દેખાઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓમાં ૧૦૦% વિદ્યાર્થીઓની હાજરી માટે સૂચના આપી દેવામાં આવી છે. શાળા સંચાલકો દ્વારા તમામ તૈયારીઓ કરી જ રાખવામાં આવી હતી પરંતુ માત્ર સરકારના ર્નિણયની રાહ જાેવાતી હતી. અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક હાજરી આપતા દેખાયા હતા. સુરતમાં ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓની હાજરી જાેવા મળી હતી.
Recent Comments