સુરતમાં કરિયાણાની દુકાનમાં કારીગરોને મારી લુંટ કરી ૩ ઈશમો ભાગી ગયા
સુરતના રમેશભાઈ પુરોહિત (ગોપેસર કરિયાણા સ્ટોર ના માલિક) એ કહ્યું હતું કે તેઓ ઘરે હતા. કર્મચારીનો ફોન આવ્યો ને કહ્યું કે,ત્રણ અજાણ્યા ઈસમોએ દુકાનમાં ઘૂસીને મુક્કા માર્યા અને ચપ્પુ ના ઘા મારી ગલ્લામાંથી ૪-૫ હજાર લઈ ગયા છે. આ સાંભળી હું દોડીને દુકાન પર આવ્યો ને જમીન પર પડેલા ત્રણેય કર્મચારીઓ ને બાઈક પર સારવાર માટે સિવિલ લઈ આવ્યો હતો. દુકાનમાં દૂધ ડેપો હોવાથી દુકાન વહેલી સવારે જ ખોલી દેવાય છે. ત્રણેય માણસો જ દુકાન અને દુધ ડેપો સંભાળે છે. પહેલી વાર લૂંટ અને જીવ લેવાનો પ્રયાસ કરાયો હતો. કર્મચારીઓ રૂપિયા લઈ જાઉં પણ મારો નહિ એવી આજીજી કરતા રહ્યા.. પણ લૂંટારૂઓને દયા ન આવી. લગભગ આખી ઘટના ઝ્રઝ્ર્ફ માં કેદ થઈ ગઈ છે. મારા કર્મચારીઓની સારવાર બાદ હું પોલીસને તમામ પુરાવા આપીશ અને હુમલાખોરો પકડાય એવી વિનંતી કરીશ આ ત્રણેય કારીગરો મારા જુના અને વફાદાર છે એમની સુરક્ષાની તમામ જવાબદારી મારી છે તેમ રમેશભાઈએ વધુમાં જણાવ્યું હતું. સુરતના બમરોલીની એક કરિયાણા અને દૂધ ડેપોની દુકાનમાં વહેલી સવારે ત્રણ અજાણ્યા ઈસમોએ ત્રણ કારીગરોને છાતી પર બેસી મુક્કાબાજી કર્યા બાદ ચપ્પુના ઘા મારી ૪ હજારની લૂંટ ચાલવતા ભાગદોડ મચી ગઇ હતી. વહેલી સવારે હત્યાનો પ્રયાસ અને લૂંટ ચલાવનારા હિન્દી-બંગાળી ભાષા બોલતા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત ત્રણેય કર્મચારીઓ ને તાત્કાલિક સિવિલ લવાતા સારવાર શરૂ કરાઇ છે.
Recent Comments