સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે. અત્યાર સુધીમાં તાવ સહિતની બીમારીથી ૨૧ના મોત થયા છે. ત્યારે સુરતમાં કામરેજના ખોલવડ ગામે તાવ આવતા બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે. સામાન્ય તાવ આવતા ત્રણ વર્ષની બાળકીનું મોત થયું છે. રોગચાળાના પગલે મોતના આંકડા વધતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. સુરતમાં કામરેજના ખોલવડ ગામમાં રહેતા બાળકીના પિતાએ બાળકીને સામાન્ય તાવ આવતા ઘર પાસે આવેલા ક્લિનિકમાંથી દવા લીધી હતી. જે દવા બાળકીએ લીધા બાદ થોડી રાહત થઈ હતી. ત્યારબાદ મોડીરાત્રે બાળકીને પેટમાં દુખાવો થતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં સારવાર મળે તે પહેલા જ અચાનક બાળકી બેભાન થઈ અને ત્યારબાદ મોત નિપજ્યું હતું. હાલ સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં કામરેજના ખોલવડ ગામે સાધારણ તાવ આવતા બાળકીનું મોત થયુંરોગચાળા બાદ વધી રહ્યા છે મોતના આંકડા વધતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ

Recent Comments