સુરતમાં કારચાલકે અચાનક વળાવી લેતા બાઈકસવાર બે ઈસ્મ ઈજાગ્રસ્ત થયા
સુરતના જીલાણી બ્રિજના છેડે બાઈક સવાર કિશન ઉર્ફે ચિંતન સંજય રાઠોડ તથા તેનો મિત્ર વિશાલ મિતેશ પેકી કિશન ઉર્ફે ચિંતન સ્પલેન્ડર લઈને આવી રહ્યાં હતા તે દરમિયાન કાર ચાલકે સાઈડ લાઈટ કે કોઈ સિગ્નલ દર્શાવ્યા વગર જ કારને ડાબી બાજુ ટર્ન લીધો હતો. જેથી બાઈક પરના બન્ને મિત્રો ધડાકાભેર કાર સાથે અથડાયા બાદ નીચે પટકાયા હતાં. જેથી બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.કિશન હાલ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જેમાં બાઈક સવાર પાછળથી આવીને ગોલ્ડન કલરની કાર સાથે અથડાઈ છે. હાલ રાંદેર પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સાથે અકસ્માત બાદ નાસી ગયેલા કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છેસુરતના જીલાણી બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર ચાલકની ભૂલના કારણે પાછળથી આવતા બાઈક સવારોને ગંભીર ઈજા પહોંચી હતી. કાર ચાલકે અડધા રસ્તે કોઈ જ સિગ્નલ આપ્યા વગર ટર્ન લીધો હતો. જેના કારણે પાછળથી ફૂલ સ્પીડમાં આવતું બાઈક અથડાયું હતું. જેથી બન્ને બાઈક સવારને ભારે ઈજા પહોંચી હતી. અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. જેથી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments