ગુજરાત

સુરતમાં કારની ટક્કરથી મહિલાનું મોત

સુરતના પાંડેસરામાં હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલાનું મોત નિપજ્યુ હતું. કૂદીગામ નજીક પતિ-પત્ની મુંબઈ ફરવા જતા હતા ત્યારે ચાલુ બાઈકે ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા મહિલા ગઈ હતી.. અને અચાનક પાછળથી આવતી કારે મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં તેનું મોત નિપજ્યું હતું. તો બીજી તરફ અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો હતો. ત્યારે દિવાળીના તહેવાર પૂર્વે મુંબઈ ફરવા જતા દંપતીનો માળો વિખેરાતા પરીવારની ખુશી માતમમાં ફેરવાઇ છે. હાલ પાંડેસરા પોલીસે સમગ્ર બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે..સુરતથી આઘાતજનક સમાચાર આવ્યા છે. પાંડેસરામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. સુરત કૂદીગામ નજીક મહિલાને અડફેટે લઇ કાર ચાલક ફરાર થઇ ગયો છે. ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા જતા મહિલા મોતને ભેટી છે. આ દરમિયાન પતિ-પત્ની મુંબઈ ફરવા જઈ રહ્યા હતાં. ત્યારે એક કારે આવીને મહિલાને અડફેટે લીધી હતી. તહેવારમાં મુંબઈ ફરવા જવાની ખુશી માતમમાં ફેરવાઇ છે. પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

Follow Me:

Related Posts