સુરતમાં કારમાં ચોરખાનું બનાવી દારુ લઇ જતા બે ઝડપાયા

ઉધના ભાઠેના શિવશંકર નગર સોસાયટીના જાહેર રોડ ઉપરથી પાયલોટીંગ કરી ફોર વ્હીલરમાં ઇગ્લીંશ દારૂ ભરી ગેરકાયદેસર હેરાફેરી કરતા બે ને પોલીસે ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ ને ચોરખાના બનાવી દારૂની હેરાફેરીનું રેકેટ ઉઘાડું પાડી રૂપિયા ૧.૧૯ લાખની કિંમતની ૧૬૮ દારૂની બાટલી સહિત રૂપિયા ૭.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઉધના ભાથેનાં પ્લોટ નંબર ૧૧૦ શિવશંકર નગર સોસાયટી, સિધ્ધીવિનાયક મંદિરની પાછળ જાહેર રોડ ઉપર પાયલોટીંગ કરી આવતી શેવરોલેટ બીટ ગાડી નંબર જીજે-૨૧-એએચ-૨૮૦૬ તથા મહિન્દ્રા કંપનીની ટીયુવી ફોરવ્હીલર ગાડી નંબર એમએચ-૦૩-સીપી-૦૮૫૯ ને પકડી પાડી તપાસ હાથ ધરાઈ હતી. પોલીસ તપાસમાં ગાડીમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂ કુલ્લે બોટલ નંગ- ૧૬૮ કુલ્લે રૂપિયા ૧,૧૯,૭૬૦ તથા બે ફોરવ્હીલર ગાડી કિંમત રૂપિયા ૬,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિંમત રૂપિયા ૧૫૫૦૦ તથા આધારકાર્ડ અને ક્રાઇમ ન્યુઝ પ્રેસનુ આઇ.ડી.કાર્ડ સહિત મળી રૂપિયા ૭,૩૫,૨૬૦ ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
Recent Comments