ઉનાળાની શરૂઆત થતાં જ ફળોના રાજા કેરી બજારમાં આવી જતી હોય છે, ત્યારે કેરીને પકવવા માટે વેપારીઓ કાર્બન નામના ઝેરી પાઉડરનો ઉપયોગ કરતાં હોય છે. આ પાવડર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ફૂટ માર્કેટમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. જાે આ પ્રકારનો કૃત્ય કરતાં કોઈ વેપારી પકડાય તો તેના માલના નાશ સાથે તેના પર દંડની કાર્યવાહી પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. ઉનાળાની શરૂઆત થતાં જ ફૂળના રાજા કેરીનું માર્કેટમાં આગમન થાય છે. આ કેરી વેચવા માટે ફૂટના વેપારીઓ કાર્બન નામના પાવડરનો ઉપયોગ કરતા હોય છે. આ પાઉડર શ્વાસ માટે હાનિકારક હોય છે. તેનો વેપારીઓ મોટા પ્રમાણમાં ઉપયોગ કરતાં હોવાની સતત ફરિયાદો મળતી હોય છે.
જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે સુરતના સરદાર માર્કેટ નજીક આવેલી ફૂટ માર્કેટમાં દરોડાની કામગીરી શરૂ કરી હતી. જાે કોઈ વેપારી કાર્બન પાઉડરનો ઉપયોગ કરીને કેરી પકવતો પકડાય તો તે માલનો નાશ કરવા સાથે તેને નોટિસ આપી દંડની કાર્યવાહી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કાર્બનનો ઉપયોગ કરીને કેરી પકવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત થવાની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેના લઇને ફ્રૂટના વેપારીઓમાં ફફડાટ પણ જાેવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કેરી સિવાય અન્ય ફળોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
Recent Comments