fbpx
ગુજરાત

સુરતમાં કોંગ્રેસે કિસાન સન્માન દિવસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું

રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ રહી છે અને રાજ્ય સરકાર ખેડૂતો સાથે અન્યાય કરતો હોય એ પ્રકારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સરકારની ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં માતાવાડી ચોકથી મીની બજાર સુધી વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના ૨૯ જેટલા કાર્યકરોઓ અને નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

રાજ્યમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. વાવાઝોડા દરમિયાન ખેડૂતોને જે નુકસાન થયું હતું, તેનું પુરતુ વળતર મળતુ નથી. તેમ જ પાક વીમામાં પણ ખેડૂતોને પૂરતો ન્યાય મળતો નથી, જેને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે સુરત શહેરના માતાવાડી વિસ્તારથી મીની બજાર સુધી કોંગ્રેસના નેતાઓ દ્વારા ટ્રેક્ટર કાઢીને પોતાની લાગણી વ્યક્ત કરવાનો પ્રયાસ કરાયો હતો.

માતાવાડી ચોકથી કોંગ્રેસના નેતાઓ મીની બજાર સુધી નીકળ્યા હતા. પોલીસને જાણ થતાંની સાથે જ તેઓ કોંગ્રેસના નેતાઓને ડિટેઇન કરવાનું શરૂ કરી દીધું હતું. મીની બજાર સરદાર પ્રતિમા સુધી ટ્રેક્ટર લઈને પહોંચી ગયા હતા. પોલીસને જાણ થતાં સરદાર પ્રતિમા મીની બજાર પાસેથી પૂર્વ કોર્પોરેટર અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી બીજી તરફ માતાવાળી ચોક પાસે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ પગપાળા નીકળ્યા હતા ત્યાંથી પણ તેમને ડિટેઈન કરી લેવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts