ગુજરાતની ડામમંડ નગરી સુરતમાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ૨૭૦ જેટલા લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. ડાયમંડ એસો દ્વારા સુરતમાંથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનાં મૃત્યુ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૨૧ હીરા દલાલ અને ૨૪૯ રત્ન કલાકારનો સમાવેશ થાય છે. કોરોનાથી મૃત્યું પામેલા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના પરિવારો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કોરોનાથી મૃત્યું પામેલા હીરા ઉદ્યોગના લોકોના પરિવારને જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન દ્વારા આર્થિક મદદ આપવામાં આવશે.
હીરા વ્યવસાય સાથે સંકળાયેલા રત્નકલાકાર, મેનેજર, દલાલ તેમજ નોકરી કરતાં હોય તેવા કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિનું કોરોનાથી અવસાન થયું હોય અને પરિવારમાં કોઈપણ વ્યક્તિ કમાવાવાળું ન હોય તો તેવા પરિવારને મદદ કરાશે. આ માટે મૃતકોની યાદી તૈયાર કરીને મુંબઇ મોકલાશે એવું ડાયમંડ એસો.ના દામજી માવાણીએ જણાવ્યું હતું.
Recent Comments