સુરતમાં કોરોનાનો આફ્રિકન સ્ટ્રેન પણ જાેવા મળતા લોકોમાં ફફડાટ
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે. પરંતુ સુરતમા સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૫૮૧ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં ૨ દર્દીઓનાં મૃત્યુ થયા છે. અમદાવાદમાં ૧૨૬, સુરતમાં ૧૪૭ અને વડોદરામાં ૯૩ અને રાજકોટમાં ૫૮ નવા કેસ નોંધાયા છે. પણ સૌથી વધુ સ્ફોટક સ્થિતિ સુરતમાં છે. સુરતમાં કેસ સતત વધી રહ્યાં છે. જેથી હવે માઇક્રોને બદલે હવે મેક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરાશે. ૨૯ કન્ટેઇન્મેન્ટ એરિયા વધીને ૫૭૨ થયાં છે. જેમાં કન્ટેઇન્મેન્ટમાં કુલ ૧૧,૩૪૪ ઘરોના ૪૩,૨૪૮ લોકોનો સમાવેશ થાય છે. ૬૯ દિવસ બાદ ફરી ૧૪૭ કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે.
સુરતમાં તાજેતરમાં જ એક દર્દીમાં યુકેનો સ્ટ્રેન જાેવા મળ્યો હતો. યુકે સ્ટ્રેનના બીજા બે દર્દી નોઁધાયા છે. આ ઉપરાંત એક આફ્રિકાનો સ્ટ્રેન પણ જાેવા મળ્યો છે. સુરતમાં યુકે કોરોના સ્ટ્રેનના વધુ ૨ દર્દી નોંધાયા છે. તો એક આફ્રિકન સ્ટ્રેનનો દર્દી નોંધાયો છે. સુરત પાલિકાના કમિશનરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કહેર જાેવા મળી રહ્યો છે. સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી વધુ ૩ દર્દીઓ સંક્રમિત થયા છે.
યુકે અને આફ્રિકન વાઈરસથી સાવચેત રહેવા પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ ટ્વીટ કરીને અપીલ કરી છે. કામ વગર ઘરની બહાર ન નીકળવું અને ટોળા એકઠા ન કરવા અપીલ કરવામાં આવી છે. સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૫૪ હજાર ૬૬૪ પર પહોંચી ગયો છે. જેમાં સુરતમાં વધુ ૩ દર્દીઓ વિદેશી સ્ટ્રેઈનના કોરોનાથી સંક્રમિત થતા ચિંતા વધી છે. આ સ્ટ્રેઇનની ચેપ ફેલવવાની ક્ષમતા ખુબ વધારે છે. જેથી માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવું જરૂરી છે.
Recent Comments