સુરતમાં કોરોના કેસમાં વધારો થતાં ઓક્સિજન પુરવઠાની ચકાસણીના આદેશ
સુરત શહેરમાં ૨૧૩ અને જિલ્લામાં ૧૨ કેસ સાથે વધુ ૨૨૩ કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૫૨૬૫ થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૮ થયો છે. શહેર-જિલ્લામાંથી ૨૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં ૧૪૨૧૪૦ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૦૦૭ નોંધાઈ છે.
૧૮થી વધુ વયના વયસ્ક નાગરિકો માટે રસીકરણની કામગીરી પાલિકા દ્વારા યથાવત રાખવામાં આવી છે. કોવિશિલ્ડ રસીના પહેલા ડોઝ માટે ૩૦ સેન્ટર બીજા ડોઝ માટે ૮૩ સેન્ટર અને વિદેશ જનારા માટે ૨ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે કોવેક્સિન રસી માટે ૯ સેન્ટર શરૂ કરાયા છે. કુલ ૧૨૪ સેન્ટર પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં પણ કોરોના સંક્રમણના આ કેસમાં નોંધનીય વધારો થતાં હવે વહીવટીતંત્ર પણ સાવધાન થઈ ગયું છે. ઇન્ડોર પેશન્ટને યોગ્ય સારવાર મળી રહે તેના માટેની તમામ તપાસ શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ ના પહેલા અને બીજા તબક્કામાં જે રીતે કામગીરી કરવામાં આવી હતી તેનાથી પણ સારી રીતે કામગીરી થાય તેવું આયોજન કરવાની જરૂરિયાત જણાઈ રહી છે. ડોક્ટર દર્દી અને તેના સંબંધી વચ્ચે ઘણી વખત શંકરનો પણ અભાવ જાેવા મળ્યો હતો અને તેના કારણે હોસ્પિટલોની અંદર સતત ઘર્ષણના બનાવો પણ સામે આવી રહ્યા હતા.
વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો છે. સોમવારે ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો છે. આ સાથે શહેર જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨૨૫ કેસ નોંધાયા છે. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં ૧૦૦૦ને પાર કરી ૧૦૦૭ પર પહોંચી ગઈ છે. કિશોરોને આજે પણ શાળા સહિતના સેન્ટર પર રસી અપાઈ રહી છે. સાથે નાગરિકો માટે ૧૨૪ સેન્ટર પર રસી આપવામાં આવી રહી છે.
Recent Comments