fbpx
ગુજરાત

સુરતમાં કોરોના કેસ ઘટતાં લોકો વેક્સિનેશનને પ્રાધાન્ય આપ્યું

સુરત શહેરમાં આજે કોરોના રસીકરણ માટે ૧૧૬ સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ૫૮ સેન્ટર પર કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. જ્યારે બીજા ડોઝ માટે સેન્ટર વધારીને ૩૯ કરવામાં આવ્યાં છે.૮ એપોઈન્ટમેન્ટ લઈને રસી લેનારા માટે શરૂ કરાયા છે. સગર્ભા અને ૬૫ વર્ષથી વધુ વયના લોકો માટે ૧૧ સેન્ટર કોવેક્સિન રસી માટે જાહેર કરાયા છે. સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ માત્ર ૧ જ કેસ નોંધાયો છે. શહેરમાં ૦૧ અને જિલ્લામાં ૦ કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ ૦૧ કેસ પોઝિટિવ નોંધાયો છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧,૪૩,૫૮૬ થઈ ગઈ છે. ગઈકાલે શહેર અને જિલ્લામાં ૪૧ દિવસ બાદ કોરોનાના એક દર્દીનું મોત નિપજ્યું હતુ. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૫ થયો છે. હત રોજ શહેરમાંથી ૦૧ અને જિલ્લામાંથી ૦૧ દર્દીઓ મળી ૦૨ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૧,૪૧,૪૧૬ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૫૫ નોંધાઈ છે.આરોગ્ય ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, બાળકોને લઈને કોઈ પણ પ્રકારની નિષ્ક્રિયતા દાખવવામાં આવશે નહીં. સરકારે ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમે ખૂબ જ ઝડપથી વિદ્યાર્થીઓને વ્યક્તિને આપી રહ્યા છે. તેની સાથે શિક્ષકે નોન ટીચીંગ સ્ટાફ કોરોના ગ્રસ્ત ન થાય તેના માટે અમે ઝડપથી બંને ડોઝ પૂરા કરી દેવા માટે ફરજ પાડી રહ્યા છે. તેમને સમજણ આપી રહ્યા છે અને અમારા સ્ટાફને કામગીરી પણ અમે વધારી દીધી છે.

Follow Me:

Related Posts