સુરતમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને ૫૩,૮૨૩ થઈ, મૃત્યુઆંક ૧૧૩૭ સ્થિર
કોરોના સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૫૩,૮૨૩ થઈ ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાને કારણે નવું મોત ન નીપજતાં શહેર જિલ્લામાં મૃત્યુઆંક ૧૧૩૭ પર સ્થિર રહ્યો છે. એક મહિના બાદ ફરીથી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૫૦૦ ઉપર પહોંચી ૫૨૯ થઈ ગઈ છે. ત્યાર બાદ છેલ્લા ૨૦ દિવસમાં એક્ટિવ કેસ વધીને બમણા થઈ ગયા છે. ડિસ્ચાર્જની સંખ્યા વધીને ૫૨,૩૦૮ થઈ છે.
મંગળવારે શહેર-જિલ્લામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત અનેકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મંગળવારે ૪ વિદ્યાર્થીઓ, કાપડ માર્કેટ સાથે સંકળાયેલા ૫ લોકો, આર્કિટેક્ટ, લીલાબા સ્કૂલના શિક્ષક, એમ્બ્રોઇડરીના ખાતાધારક, ઓનલાઇન ટ્રેડિંગ કરનાર, પ્રાઇવેટ લેબનો લેબ ટેક્નિશિયન, જરી વેપારી, ઓએનજીસીનો સિક્યુરિટી કર્મચારી અને બાંધકામ સાથે સંકળાયેલાઓ સહિત કુલ ૮૭ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.
Recent Comments