fbpx
ગુજરાત

સુરતમાં કોરોના પોઝિટિવનો આંકડો વધીને ૫૩,૪૯૭ થયો, મૃત્યુઆંક ૧૧૩૭ પર સ્થિર

કોરોના સંક્રમણમાં ફરીથી વધારો થયો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવનો આંકડો વધીને ૫૩,૪૯૭ થઈ ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી નવું મૃત્યુ કોરોનાના કારણે ન નીપજતાં મૃત્યુઆંક ૧૧૩૭ પર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૫૧,૯૫૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.કોરોના સંક્રમણે સ્પીડ પકડતા એક્ટિવ કેસ વધીને ૪૦૦ને પાર કરી ૪૦૬ થઈ ગયા છે. ગઈ તા. ૧ ફેબ્રુઆરીના રોજ શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૪૧૧ નોંધાઈ હતી.

ત્યાર બાદ કેસમાં ઘટાડો થતા ૮ ફેબ્રુઆરીએ એક્ટિવ કેસની સખ્યા ઘટીને ૨૫૯ સુધી પહોંચી ગઈ હતી. શહેરમાં બુધવારે કાપડના વેપારી, બેંક કર્મચારી, હોટેલ માલીક સહિત અનેક સંક્રમિત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં ૪ કાપડના વેપારી, નવી સિવિલના તબીબ, કન્સ્ટ્રક્શન ઓફિસના કર્મચારી, વેસ્ટ ઝોનમાં બેંક ઓફ બરોડાના ક્લાર્ક, મેડિકલ એજન્સીના સેલ્સમેન, ૩ વિદ્યાર્થી, શાકભાજી વિક્રેતા, ઈસ્ટ ઝોનમાં હોટેલ માલિક, ટેક્સટાઈલ વેપારી, સેન્ટ્રલ ઝોનમાં એડ્‌વોકેટ, નોર્થ ઝોનમાં બિલ્ડર, વિદ્યાર્થી અને સાઉથ ઝોનમાં ઈલેક્ટ્રોનિક્સ શોપના કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેર અને જિલ્લામાં ગઈ તા.૮મી ફેબ્રુઆરીના રોજ સૌથી ઓછા કેસ અને એક્ટિવ દર્દીઓ નોંધાયા હતા. જાેકે, ૬ તારીખે પાલિકાના ઉમેદવારોના ફોર્મ ભરાયા બાદ પ્રચાર માટે સભા, સરઘસો શરૂ થયા હતા અને તેની સાથે સાથે શહેર-જિલ્લામાં કોરોનાના કેસમાં પણ વધારો શરૂ થયો હતો. મંગળવારે પરીણામના દિવસે પણ રાજકીય પક્ષોના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી વિજય સરઘસ પણ કાઢ્યા હતા. જેનું પરીણામ હજી આગામી દિવસોમાં જાેવા મળે તો નવાઈ નહી.

Follow Me:

Related Posts