fbpx
ગુજરાત

સુરતમાં કોરોના વેક્સિન લીધા બાદ ૨૩ ફ્રન્ટલાઇન વોરિયર્સને આડઅસર

હાલ રાજ્યભરમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાનું મોટું અભિયાન ચાલી રહ્યું છે. સુરતમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ માટે વેક્સિનેશન કાર્યક્રમ ચાલે છે, ત્યારે આજે કોરોના વેક્સિન મૂક્યા બાદ તાલીમાર્થી પોલીસ કર્મચારીઓને તાવ, માથામાં દુઃખાવા જેવી સામાન્ય તકલીફો થતાં બધા ગભરાઈ ગયા હતા. જેમાં ૨૩ યુવાનો અને ૨ યુવતીઓ સહિત ૨૨ પોલીસ કર્મીને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસ સહિત મનપા અધિકારીઓમાં દોડધામ મચી હતી. જેને લઈ મનપા કમિશનર અને ડોક્ટરે વેક્સિનની કોઈ આડ અસર નહિ થાય એની સ્પષ્ટતા કરી છે.
શહેરમાં કોરોના સામે લડતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસીના ડોઝ આપવાનું કામ ચાલી રહ્યું છે. તેવામાં સામન્ય તાવ અને શરીર દુઃખાવાની તકલીફો સામે આવી હતી જેને ધ્યાને લઇ મનપા કમિશનર બચ્છા નિધિ પાનીએ વેક્સીનથી થતી તકલીફો વિશે વાત કરતા કહ્યું હતું કે વેક્સીન શરીરમાં જતા સામાન્ય લક્ષણ દેખાશે. આ વેકસીન સાઇન્ટિફિકીટથી ટ્રાયલ થઈને આવી છે. જેથી વેક્સીન લેવાથી કોઈ અન્ય આડઅસર થશે નહિ. તેમણે ઉમેર્યું હતું કે, કોઈએ ગભરાવની જરૂર નથી, જ્યારે પણ આપણે વેક્સીન લઈએ ત્યારે મન મક્કમ કરીને લઈએ અને ભ્રમિત ના થાય અને સરળતાથી વેક્સીન લઈ કોરોનાને માત આપીએ.

એજ રીતે મેડિસન વિભાગના વડા ડો જયેશ કોસમબીયાએ પણ જણાવ્યું હતું કે આપણે નાના બાળકોને રસી આપીએ ત્યારે બાળકને પણ તાવ આવે છે, આ વેક્સીન માટે પણ એજ રીતની પ્રક્રિયા છે. સિવિલ ખાતે પણ ફ્રન્ટ લાઇન વોરિયર્સને વેક્સીન આપવામાં આવી હતી. તેમને પણ સામન્ય તાવ અને શરીરમાં દુઃખાવો અને અશક્તિ જેવા લક્ષણ આવ્યા હતા. પરંતુ એક નાની એવી સારવાર બાદ તમામની હાલતમાં સુધારો આવ્યો હતો. જેથી વેક્સીન માટે ગભરાવવાની જરૂર નથી.

Follow Me:

Related Posts