ગુજરાત

સુરતમાં ખરીદી બાબતે પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ આત્મહત્યા કરી

સુરતના ચૌટાપુલમાં ખરીદી કરવાની બાબતે પતિ સાથે પત્નીનો ઝધડો થયો હતો. આ ઝધડામાં પત્નીને માઠું લાગી આવતા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિ અને સાસરીયાઓ દહેજમાં બાઇક અને રૂપિયાની માંગણી કરી પરિણીતાને માનસિક પણ ત્રાસ આપતા હતા. આ બનાવ અંગે પરિણીતાની માતાએ સચિન જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે પતિ અરમાન ઇનામુલખાન, ઇનામુલ લાલમીયા ખાન, શાબરૂન નિશા, ઈમરાન ઇનામુલ ખાન અને સાહીના ઉર્ફે રૂબી ઈમરાન ખાન સામે આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં પોલીસે પતિ સહિત ૪ની ધરપકડ કરી છે.

સચિન જીઆઇડીસી ઉન શહીદ પાર્કમાં ભાડેથી રહેતી ફરાહાના પતિ અરમાન સાથે રહેતી હતી. બન્ને એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. ૧૦મી જુને ફરાહાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતના આગલા દિવસે ફરાહાના ચૌટાપુલમાં ખરીદી કરવા ગઈ હતી. ત્યારે પતિ અરમાને રાત્રે તેની જાેડે ઝધડો કર્યો હતો. એટલું જ નહિ પરિણીતાને તેનો પતિ અને સાસરીયાઓ પિયરમાંથી બાઇક અને રૂપિયા લાવવા દબાણ કરી માનસિક ત્રાસ આપતા હતા. અગાઉ પિયરમાંથી જુની મોપેડ અરમાનને આપી હતી. જુની મોપેડ આપવા છતાં પણ સાસરીયાઓ પરિણીતાને ત્રાસ આપતા હતા.

Follow Me:

Related Posts