સુરતમાં ગરબાં ઘુમવા ઘુસેલા મુસ્લિમ યુવકને બજરંગ દળના કાર્યકરોએ ધોઈ નાંખ્યોમુસ્લિમ યુવક કપાળમાં ચાંદલો અને માથામાં સાફો પહેરીને ઓલપાડના ગરબા મંડપમાં ઘૂસ્યો હતો

રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રિના ગરબાની રમઝટ જામી છે, આ વખતે રાજ્યમાં ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આ બધાની વચ્ચે સુરતમાંથી એક વિધર્મીને ગઇ કાલે નવરાત્રિ ગ્રાઉન્ડ પરથી ગરબા રમતા પકડી પાડ્યો હતો. આ પછી તેની ધૂલાઇ કરવામાં આવી હતી, ખાસ વાત છે કે, મુસ્લિમ યુવક કપાળમાં ચાંદલો અને માથામાં સાફો પહેરીને ઓલપાડના ગરબા મંડપમાં ઘૂસ્યો હતો. હાલમાં જ માહિતી મળી રહી છે કે, સુરતમાંથી વિધર્મી પકડાયાની વાત સામે આવી છે.
સુરતના ઓલપાડના કીમ ગામે ગઇ રાત્રે એક ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમતો એક વિધર્મી યુવક ઝડપાયો હતો. વિધર્મી યુવકે ગરબા ઘૂમતી વખતે પોતાના કપાળમાં ચાંદલો અને માથા પર સાફો પણ બાંધેલો હતો, જ્યારે આ વાતની જાણ ઓલપાડ તાલુકાની ફૐઁ અને બજરંગ દળની ટીમને થઇ તો તેમને તરતજ ગરબા મંડપમાંથી વિધર્મી યુવકને ઝડપી પકડી પાડ્યો હતો અને ધુલાઇ કરી હતી. પકડાયેલા વિધર્મી યુવક પાસેથી ૧૭૮ નંબરનો ગ્રાઉન્ડ એન્ટ્રી પાસ પણ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં લવ જેહાદના કિસ્સામાં સતત સામે આવી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઠેર ઠેર બજરંગ દળ અને ફૐઁની ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
Recent Comments