સુરતમાં ગામલોકોની સજાગતાથી ચોરો ભાગ્યા:સીસીટીવીમાં ઘટના કેદ
સુરતમાં કડોદરાના કરણ ગામે ચોરી કરવા આવેલા કેટલાક અજાણ્યા ઈસમોએ ગામવાસીઓની સજાગતાને લઈ ચોરી કરવામાં સફળ ન થતા લોકો પર પથ્થરમારો કરી અનેકને ઘાયલ કરી દીધા હતા. આ ઘટનાને લઈ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. પલસાણાના છેવાડાના કરણ ગામે બની હતી. ચોર ઈસમો ગામમાં ઘૂસી ચોરી કરવાના ઇરાદે ફરી રહ્યા હતા. ત્યારે ગામના એક જાગૃત નાગરિકે બહારગામ હોવા છતાં પોતાના મોબાઈલમાં સીસીટીવી કેમેરામાં ગામમાં ચોર ફરી રહ્યાનું જાેતા ચોંકી ગયો હતો.
જાગૃત નાગરિકે ગામમાં ફોન કરી આખી ઘટનાની જાણ ગામવાસીઓને કરતા લોકોએ ઘરની લાઈટ ચાલુ કરી ચોર ચોરની બુમો પાડતા ચોરોએ ગામવાસીઓ પર પથ્થરનોમારો ચલાવી નાસી છૂટ્યા હતા. આ ગામમાં ગત ૨૨ જાન્યુઆરીના રોજ હાઈટેક ચોર ફોર વહીલ કાર લઈને આવ્યા હતા. તે સમયે પણ ગામના લોકો જાગી જતા ચોર ઈસમો બાજુની સોસાયટીમાં બાર ફૂટ ઊંચી કાચ જડેલી દીવાલ કૂદીને ચોરીને અંજામ આપી નાસી છૂટ્યા હતા. આમ ફરી ચોર આવતા અને સામે પ્રહાર કરતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો છે.
Recent Comments