આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું આજે ૨૨માં દિવસે સવારે છાપરભાઠા ગામેથી નીકળી અમરોલી, ગજેરા સર્કલ, માનવ ધર્મ આશ્રમ, બેલ્જીયમ સ્કવેરથી ફલાય ઓવર બ્રિજ, ટેક્ષટાઈલ માર્કેટ ફલાય ઓવર બ્રિજ થઈ માન દરવાજા થઈ ઉધના દરવાજાથી ખરવરનગર ફલાય ઓવરબ્રિજ થઈ સિટીજન સ્કૂલ, ઉધના ત્રણ રસ્તા થઈ ડિંડોલી રેલ્વે ઓવરબ્રિજ થઈ ન.પ્રા.શાળા ક્રમાંક ૨૫૭ ખાતે આવી પહોચી હતી.
દાંડી યાત્રામાં સુરત શહેરના કતારગામ વિસ્તારના માનવ ધર્મ આશ્રમ ખાતેથી ગોવા રાજયના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત જાેડાયને પદયાત્રિઓનો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યમંત્રી સાવંત બેલ્જીયમ સ્કવેરથી ફલાયઓવરબ્રિજ, ટેક્ષટાઈલ માર્કેટ ફલાય ઓવરબ્રિજ થઈ માન દરવાજા થઈ ઉધના દરવાજાથી ખરવરનગર ફલાય ઓવરબ્રિજ થઈ સિટીજન સ્કુલ, ઉધના ત્રણ રસ્તા સુધી જાેડાયને પદયાત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
પદયાત્રિકોનું ઠેર ઠેર પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યાં હતું. ધારાસભ્ય વિવેકભાઈ પટેલ તથા મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે દાંડી યાત્રિકોનું ઠેર ઠેર શહેરીજનોએ ફુલહાર, સૂતરની આટી પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Recent Comments