સુરતમાં ચપ્પુની અણીએ તેલનાં ડબ્બાની લૂંટપોલીસે સીસીટીવી આધારે ૨ શખ્શોની ધરપકડ કરી
સુરત શહેરમાં ચપ્પાની અણીએ તેલના ડબ્બાનૂ લૂંટ કરાઈ હોવાની ઘટના સામે આવી છે. વધતી મોંઘવારી હવે ચોરોના માથે પણ હાવી થઈ હોય એવી આ ઘટના સામે આવી છે. આમ તો હાલમાં ટામેટાની લૂંટના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યાં હવે તેલના ડબ્બા દુકાનમાં ઘૂસીને લૂંટી ગયા હતા. સુરત શહેરમાં આવેલા વરાછા વિસ્તારમાં આ ઘટના સામે આવી છે. જ્યાં એક કરિયાણાના દુકાનદાર ને ચપ્પુ બતાવીને તેલના ડબ્બાની લૂંટ કરાઈ હતી. દુકાનનુ શટર લુંટારુએ બંધ કરીને ધમકીઓ આપી હતી, પરંતુ એક બાળકે શટર બહારથી ખોલી નાંખ્યુ હતુ. જેથી અન્ય ગ્રાહક પણ દુકાનમાં આવ્યા હતા. દુકાનદાર પણ અણીદાર ચપ્પા વડે હુમલાનો પ્રયાસ કરવામાં પણ આવ્યો હતો. દુકાનમાં બાળકો અને મહિલાઓ હાજર હોવા દરમિયાન દુકાનદાર ઉપર હુમલો કરવાનો આવ્યો હતો. દુકાનદારને ડરાવીને તેલના ડબ્બા બે યુવકો લઈને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ પોલીસને ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી આધારે ૨ શખ્શોની ધરપકડ કરી છે. બંને યુવકોની ધરપકડ કરીને વરાછા પોલીસે તપાસ શરુ કરી છે.
Recent Comments