ગુજરાત

સુરતમાં ચાર વર્ષની બાળકીને અશ્લિલ વીડિયો બતાવી કારખાનેદારે આચર્યુ દુષ્કર્મ

સુરત ફરી એકવાર શર્મસાર થયું છે. સુરતના વરાછા ખાતે આવેલા જગદીશ નગર વિભાગ-૩માં રહેતા નરાધમે ગઈકાલે સાંજે ચાર વર્ષની માસુમ બાળકીને પોતાના રૂમમાં લઈ જઈ મોબાઈલમાં બિભત્સ ફોટા અને વીડિયો બતાવીને મુખમૈથુન કરાવ્યું હતું. તેમજ બાળકી સાથે શારીરીક અડપલા કર્યા હતા અને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ કરતા નરાધમને ઝડપી પાડ્યો હતો. હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના વરાછા વિસ્તરમાં આવેલા જગદીશનગર વિભાગ-૨ પ્લોટ નં-૧૬૭ના ત્રીજા માળે ધીરુભાઈના ખાતામાં રહેતો ૪૫ વર્ષનો અશોક ભીખા મોણપર ત્યાંજ નોકરી કરે છે. આ યુવાનની નજીકમાં રહેતી એક નાની બાળકી સાથે મિત્રતા હતી. જાેકે, આ યુવાનની આ બાળકી પર છેલ્લા કેટલાક સામયથી દાનત બગડી હતી. ત્યારે ગતરોજ બાળકી ઘર નજીક રમાતી હતી ત્યારે આ યુવાન બાળકીને લલચાવીને પોતાના રૂમમાં લઇ આવ્યો હતો અને આ ચાર વર્ષની બાળકીને પોતાના મોબાઈલમાં અશ્લિલ વીડિયો બતાવીને બાળકી પાસે મુખમૈથુન કરાવ્યું હતું. જે બાદ બાળકીને શારીરીક અડપલા કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

જે બાદ આ યુવાને બાળકીને તેના ઘર પાસે મૂકી જતો રહ્યો હતો. બાળકી ઘરે પોંહચી ત્યારે તેની દશા જાેઈને તેની માતાએ બાળકીને પૂછતાં બાળકીએ તેની સાથે બનેલી ઘટના વર્ણવી હતી. જે બાદ રોષે ભરાયેલી તેની માતા બાળકીને લઈને પોલીસ મથકે દોડી જઇ આ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેને લઈને પોલીસે બાળકીની માતાની દુસ્કર્મની ફરિયાદ લઇને ગણતરીનાં કલાકોમાં નરાધમ યુવાન અશોક ભીખા મોણપરની ધરપકડ કરી લીધી હતી. વરાછા પોલીસે હાથ વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts