fbpx
ગુજરાત

સુરતમાં ચોરીના રવાડે ચડી ગયેલા રીઢા ચોરને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો

લકઝુરીયસ કાર ભાડે કરી અલગ અલગ શહેરોમાં ફરી વૈભવી હોટેલોમાં રૂમ બુક કરી રાત્રી રોકાણ કરી વૈભવી શોખ પુરા કરવા ચોરીના રવાડે ચડી ગયેલા એક રીઢા ઘરફોડ ચોરને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ પણ ઉકેલાઈ જવા પામ્યા હતા. આ સાથે જ ૫ ગુનાના ભેદ ઉકેલાયા છે. ચોરી કરેલા રોકડા રૂપિયાથી પોતાના વૈભવી શોખ પુરા કરતો હતો.

તે લકઝુરીયસ કાર ભાડે કરી મોટા શહેર જેવા કે મુંબઈ, અમદાવાદ, વડોદરા તેમજ અન્ય જગ્યાએ જઈ વૈભવી હોટલ બુક કરી રાત્રી રોકાણ કરી વૈભવી શોખ પુરા કરતો હતો. આ વૈભવી શોખ પુરા કરવા તે ચોરીના રવાડે ચડી ગયો હતો. પોલીસની તપાસમાં ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા. આરોપી રીઢો ઘરફોડ ચોર છે. તેની સામે ભૂતકાળમાં ઘરફોડ ચોરીના પાંડેસરામાં બે તથા સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ૩ ગુના મળી કુલ ૫ ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું.

હાલ ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. સુરતમાં ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પોલીસે ઉન પાટિયા ખાતે રહેતો ૩૧ વર્ષીય મો.હસામુદીન ઉર્ફે બબ્બુ મો.ઈદરીશ ટેલરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૧૨૦૦ રૂપિયાની કિંમતના ચાંદીના ૩ સિક્કા, ૩૦ હજારની રોકડ તથા ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેતો લોખંડનો હથોડો, એક પેચિયું તથા લોખંડનું ગણેશીયુ કબજે કર્યું હતું.

Follow Me:

Related Posts