સુરતમાં ચોરી કરનાર ૩ રીઢા ચોર પોલીસના સકંજામાં આવ્યા
સુરત કતારગામમાં આવેલા ધનમોરા વિસ્તારમાં આ તસ્કરો રહેતા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ તસ્કરો દ્વારા અગાઉ પણ ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભરચક વિસ્તારમાં જઈને ચોરીને અંજામ આપ્યો હતો.તસ્કરો દ્વારા અગાઉ પણ આ રીતે ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાય ચૂક્યુ છે. આ ગેંગએ ચોક બજારના એક ઘરમાં ઘુસીને સોના ચાંદી એલસીડી ટીવી સહીત રોકડ રકમની ચોરીને અંજામ આપ્યો હતો.પોલીસે બાતમી અને સીસીટીવીના આધારે તમામ ચોર ઈસમોને ઝડપી લીધા છે.
એક આરોપી અગાઉ પાંચ વખત ગુના આચર્યા હોવાનું સામે છે. જેમાંથી એક તડીપારનો ગુનો પણ સામેલ થાય છે.આ ગેંગ હાથમાં આવતા સુરત પોલીસએ રાહતનો શ્વાસ લીધો છે.સુરતના ચોક બજાર વિસ્તારમાં લાખો રૂપિયાની ધરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. રહેણાંક વિસ્તારમાં ઘુસીને આ ટોળકી દ્વારા ધોળા દિવસે ચોરી કરવામાં આવી હતી.વધુ તપાસ હાથ ધરી હતી. એમાં તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. જેથી પોલીસે ટેકનિકલ સર્વેલેન્સના આધારે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments