સુરતમાં ચોર્યાસી વિધાનસભાના આપના ઉમેદવારનીે ગોડાદરા-ડીંડોલીમાં તિરંગા યાત્રા
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અનેક વિધાનસભાની બેઠક પરથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉમેદવારો લોકો વચ્ચે જવાની શરૂઆત પણ કરી દીધી છે. સુરતના ચોર્યાસી વિધાનસભાના ઉમેદવારની પણ આપ દ્વારા ખૂબ જ વહેલી જાહેરાત કરી દીધી છે. ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટર દ્વારા લોકો વચ્ચે જવાનું શરૂ કરી દીધું છે. જે અંતર્ગત તેમણે ચોર્યાસી વિધાનસભાના મત ક્ષેત્રમાં તિરંગા યાત્રા યોજી હતી અને લોકો વચ્ચે પહોંચ્યા હતા. ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ પક્ષ વિધાનસભાની ચૂંટણી માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. હજુ વિધાનસભા અને ઇલેક્શનની તારીખ પણ જાહેર થઈ નથી તે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા તેમના ૫૦થી વધુ ઉમેદવારોને જાહેર પણ કરી દીધા છે. તેઓ પોતાના મત ક્ષેત્રમાં મતદારોને આકર્ષવાના પ્રયાસો પણ કરવા માંડ્યા છે.
સુરતના ચોર્યાસી વિધાનસભાના બેઠકના ઉમેદવારનું નામ આમ આદમી પાર્ટીએ બીજી જ યાદીમાં જાહેર કરી દીધું હતું. આપના ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરનું નામ જાહેર થયા બાદ તેઓ જુદી જુદી રીતે લોકોની વચ્ચે જઈને કાર્યક્રમ કરી રહ્યા છે. તેમણે ડીંડોલી-ગોડાદરામાં મોટી તિરંગા યાત્રા કાઢી હતી. ડીંડોલીના મધુરમ સર્કલથી લઈ ગોડાદરા સુધી આ રેલી યોજાઇ હતી. પાંચથી છ કિલોમીટર જેટલી આ લાંબી રેલીમાં આ વિસ્તારની અનેક ગલીઓ ,સોસાયટીઓ અને ગીચ વિસ્તારોને આવરી લઈ આ વિસ્તારના મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટીના ચોર્યાસી બેઠકના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના મત ક્ષેત્રમાં તિરંગા યાત્રા કાઢી હતી. આ બાઈક યાત્રામાં મોટી સંખ્યામાં તેમની સાથેના કાર્યકરો તિરંગા સાથે જાેડાયા હતા. ૧૫૦૦ જેટલા કાર્યકરો બાઈક લઈને યાત્રામાં ભાગ લીધો હતો.
આપના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટર ખુલ્લી કારમાં રહી લોકોને અભિનંદન પણ આપી રહ્યા હતા. સુરતના ડીંડોલીથી ગોડાદાર સુધીની આ પાંચથી છ કિલોમીટર લાંબી યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાેવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ચોર્યાસીના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટર દ્વારા તેના મત વિસ્તારમાં આવેલી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. તેની પરવાનગી પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવી હતી. જેને લઇ આ રેલી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જાેવા મળ્યો હતો. અગાઉ પ્રકાશ કોન્ટ્રાક્ટરની કાર્યાલય ખાતે કેટલાક હિન્દુ સંગઠનના કાર્યકરોએ તોડફોડ કરી હતી અને બેનરો ફાડ્યા હતા. જેને લઇ તિરંગા યાત્રામાં કોઈ ધમાલ કે અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસ પણ પોતાની રીતે સાવચેત રહી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા ઇલેક્શનની જાહેરાત પણ નથી થઈ તે પહેલેથી જ ઉમેદવારો જાહેર કરી દીધા છે. તેની પાછળનું કારણ પણ એજ છે કે, જેતે વિસ્તારના મતદારો તેના ઉમેદવારને ઓળખી શકે અને જાણી શકે, તે માટે અમારા વિસ્તારના મતદારો આપમાંથી ચૂંટણી લડનાર ઉમેદવારને વ્યવસ્થિત જાેઈ શકે, જાણી શકે, પરિચય મેળવી શકે, તે માટે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કરાઈ રહ્યા છે. તેને જ લઈ આ તિરંગા યાત્રા કરી હતી. હજુ આગામી દિવસોમાં ડોર ટુ ડોર પણ જવાનું આયોજન કરી રહ્યા છીએ.
Recent Comments