ગુજરાતમાં હાર્ટએટેકનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને સુરત હાર્ટએટેકનું સેન્ટર બન્યું છે. અહી રોજ કોઈને કોઈના મોત થઈ રહ્યાં છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, હાર્ટએટેકથી મોત પામનારા લોકો ઓછી ઉંમરના છે. સુરતમાં હાર્ટ અટેકથી મોતની ઘટના યથાવત છે. સુરતમાં હાર્ટ અટેકથી યુવાનનું મૃત્યુ થયું છે. જન્મદિવસના બીજા દિવસે જ યુવાનનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
૩૩ વર્ષના કિરણ સોલંકી નામના યુવાને હાર્ટ અટેકથી જીવ ગુમાવ્યો છે. મૃતક કિરણ સોલંકી આયકર વિભાગમાં ડ઼્રાઈવરની નોકરી કરતા હતા. આજે સવારે નોકરી પર હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર મળે તે પહેલા જ યુવાને જીવ ગુમાવ્યો છે. તમને જણાવી દઈએ કે ગતરોજ ગુરુવારે કિરણનો ૩૩મોં જન્મદિવસ હતો.
Recent Comments