fbpx
ગુજરાત

સુરતમાં જન્મદિવસની ઉજવણી પાર્ટીમાં ગયેલા યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઇ

સુરતમાં જન્મદિવસની ઉજવણી લોહિયાળ બની છે. બર્થ ડે પાર્ટીમાં ગયેલા યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવાતા આ ઘટનામાં પોલીસે આરોપીની અટક કરી તપાસ હાથ ધરી છે. હત્યા કરનાર યુવકની પ્રેમિકા સાથે મૃતકની મિત્રતા હોવાથી તેની હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરત શહેરમાં વધુ એક હત્યાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી હતી. સુરત ખાતે નાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે આ હત્યા ને અંજામ આપવામાં આવી હતી. ઉમરા વિસ્તારમાં રહેતો પાર્થ ઉર્ફે બાદલ રમેશભાઈ આહીરકર ચીકનની લારી ચલાવવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાત્રીના સમયે આ ઈસમ નાનપુરા સ્થિત પટેલ ચેમ્બર્સ નજીક જન્મ દિવસની પાર્ટીમાં ગયો હતો જ્યાં અમરોલી કોસાડ આવાસ ખાતે અઝરુંદિન અહેમદ શેખ નામના ઇસમેં પાર્થને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા. ઘટના બાદ લોહી લુહાણ સ્થિતિમાં પાર્થને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે પાર્થને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાઅંગે પોલીસને જાણ કરવામાં આવી જે બાદ પોલીસનો સમગ્ર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે હત્યા કરનાર આરોપીની અટકાયત કરી હતી. આ બાબતે સુરત પોલીસે જણાવ્યું કે નાનપુરા વિસ્તારમાં જે છોકરાનો જન્મ દિવસ હતો તેની બહેનના પૂર્વ પ્રેમી અઝરુદીન અહમેદ શેખ કે જે અમરોલી કોસાડ આવાસ ખાતેનો રહેવાસી છે. આ બર્થ ડે પાર્ટી દરમ્યાન યુવતી સાથે મિત્રતાને લઈને પાર્થ સાથે ઝઘડો થયો હતો જેમાં પાર્થને ચપ્પુના ઘા મારતા પાર્થનું મોત નીપજયું છે. પોલીસે તાત્કાલિક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતક યુવકના પિતા રમેશભાઈએ જણાવ્યું હતું કે મારો દીકરો રાત્રીના સમયે મિત્ર જોડે જમવા બહાર નીકળ્યો હતો જે બાદમાં રાત્રીના 1 વાગ્યાના સુમારે તેના પર ફોન આવ્યો હતો કે દીકરાને ચપ્પુ માર્યું છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેમણે કહ્યું અમે હોસ્પિટલ પહોચ્યા હતા જ્યાં દીકરો લોહીમાં લથપથ હાલતમાં પડ્યો હતો. ડોકટરે પરિવારને તેમનો દીકરો મૃત હોવાનું જણાવ્યુ હતું. જોકે પરિવારનું માગ છે કે આરોપીને કડકમાં કડક સજા મળે.

Follow Me:

Related Posts