સુરતમાં જમીનના નકલી દસ્તાવેજને લઈ ૪ કરોડની ઠગાઈ કરનાર લોકોને પકડવામાં આવ્યા
સુરતમાં જમીનના નકલી દસ્તાવેજના આધારે ઠગાઈ કરનારો ઝડપાયો છે. સુરતમાં જમીનના નકલી દસ્તાવેજના આધારે ચાર કરોડની ઠગાઈ કરનારને પોલીસે ઝડપ્યો છે. સુરત પોલીસની ઇકોસેલે ઠગાઈ કરનારા વિપુલ ઉર્ફે બંટી નાથુભાઈ ટેણીની ધરપકડ કરી છે. સુરતમાં જમીનના નકલી દસ્તાવેજના આધારે ઠગાઈ કરનારો ઝડપાયો છે. સુરતમાં જમીનના નકલી દસ્તાવેજના આધારે ચાર કરોડની ઠગાઈ કરનારને પોલીસે ઝડપ્યો છે.
સુરત પોલીસની ઇકોસેલે ઠગાઈ કરનારા વિપુલ ઉર્ફે બંટી નાથુભાઈ ટેણીની ધરપકડ કરી છે. બંટીએ ડો. પરાગ પરીખ સાથે છેતરપિંડી આચરી હતી. તેણે જમીનના નકલી દસ્તાવેજની છેતરપિંડીના આધારે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી. સુરત પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેને રિમાન્ડ પર લેવાશે. સુરત પોલીસ ઠગાઈ કરનારા આરોપીનો ટ્રેક રેકોર્ડ પણ ચેક કરી રહ્યુ છે. સુરત પોલીસે જણાવ્યું હતું કે અમે ડો. પરાગ પરીખે નોંધાવેલી એફઆઇઆરના આધારે તપાસ શરૂ કરી હતી.
ડો. પરાગ પરીખે તેમની સાથે થયેલી જંગી ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. આ આર્થિક મામલો હોવાથી તેની તપાસ સુરત પોલીસના ઇકો સેલ દ્વારા કરવામાં આવી હતી. સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલ આ પ્રકારના છેતરપિંડીના ગુનાનું કામકાજ સંભાળે છે. તેથી તેમની ફરિયાદ તરત જ સુરતના ઇકોસેલને ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઇકોસેલે આ ફરિયાદ લઈને તેની સઘન તપાસ આદરી હતી. તેના લીધે પોલીસે ત્વરિત કાર્યવાહી આદરતા ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે આર્થિક ગુનાનું પ્રમાણ હવે વધી રહ્યુ છે અને તેની સાથે છેતરપિંડીની સરેરાશ રકમ પણ વધી રહી છે. આથી પોલીસનો અલગ જ વિભાગ ઇકોસેલ તેની તપાસ કરે છે.
Recent Comments