ગુજરાત

સુરતમાં જે મિલકતનું અસ્તિત્વ જ નથી તેના નામે ૧૦૦ નંબર મંગાયા, જાેડાણ ટોરેન્ટનું ને બિલ ડીજીવીસીએલનું મૂકાયું

જીએસટીમાં બોગસ બિલિંગનો આંકડો છેલ્લા ૫ વર્ષમાં ૮૦ હજાર કરોડના આંકને પાર કરી ગયા બાદ પણ સતત કૌભાંડો સામે આવી રહ્યા છે. જળમૂળથી જ સ્કેન્ડલને નાથવા માટે હાલ અધિકારીઓએ સ્પોટ વિઝિટ પર વધુ ભાર આપ્યો છે. આ જ ક્વાયતમાં એવી મિલકતો પણ મળી છે જે હયાત જ નથી છતાં તેના નામે અરજી કરવામાં આવી છે. કેટલાંક નંબરો તો આપી દેવાયા બાદ કેન્સલ કરાયા છે. કોટ વિસ્તારની એક મિલકત તો એવી નિકળી છે જેના નામે ૧૦૦ નંબર માગવામાં આવ્યા હોય. આ ઉપરાંત ટોરેન્ટના એરિયામાં વેપારીની દુકાન આવતી હોવા છતાં ડીજીવીસીએલના બોગસ લાઇટબિલ જાેડીને નંબર મંગાયા હોવાના પણ કિસ્સા છે. આવા જુદા જુદા ૧૦૦ જેટલા કેસ સામે આવ્યા છે.

સતત બદલાતી મોડસ ઓપરેન્ડીના લીધે નિયમિત ધોરણે મોનિટરિંગ થઈ રહ્યું છે. એસ અને સીજીએસટીની સરખામણીમાં હાલ એસજીએસટીની ટીમ નંબર આપતા અગાઉ અચૂક સ્પોટ વિઝિટ કરી રહી છે. ઘટકના અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે, જેથી કોઈ બોગસ વેપારીને નંબર ન આપી દેવાઈ. બીજી તરફ સીજીએસટીમાં હજી લાલિયાવાડી ચાલી રહી છે. ઇકો સેલ દ્વારા જે તાજેતરમાં કેસ કરવામાં આવ્યા હતા તેના નંબર સીજીએસટીએ જ ઇશ્યુ કર્યા હતા. હાલકેટલાંક કૌભાંડીઓ ૨૦ કરોડ કે તેનાથી ઓછા કૌભાંડ આચરીને ધંધો જ બંધ કરી દે છે. ૨૦ કરોડની આઇટીસી આવી જાય એટલે રફુચક્કર થઈ જાય છે.

આટલા ટૂંકાગાળામાં અધિકારીઓ પોતાના સુધી પહોંચી શકશે નહીં એવી ગણતરી કૌભાંડીઓ રાખી રહ્યા છે. નિયમિત રીતે સ્પોટ વિઝિટ થવી જરૂરી છે. નંબર આપતા અગાઉ જ્યાં ધંધાની સાઇટ છે ત્યાં તપાસ કરી લેવામાં આવે તો અધિકારી ગ્રાઉન્ડ પરની સ્થિતિથી વાકેફ થઈ જાય છે. જાેકે, ઘણીવાર ભેજાબાજાે ઓફિસ શરૂ પણ કરે છે, સ્પોટ વિઝિટ થાય તો બધા જવાબો પણ આપે છે. ધંધો ચાલુ જ છે એવું પણ બતાવે છે અને બાદમાં સ્કેન્ડલ આચરતા હોય છે.

Related Posts