fbpx
ગુજરાત

સુરતમાં ટીકટોક વિડીયો બનાવવાનું મોઘું પડ્યું :યુવકનું મોત

;

સુરતમાં ટીકટોક વીડીયો બનાવવામાં એક યુવકનું મોત નીપજ્યું આ ૨૧ વર્ષીય પ્રથમ સાડીના વેપારીનો પુત્ર હોવાનું અને શોર્ટ વીડિયો પ્રેમી હોવાનું સામે આવ્યું છે. મિત્રોએ કહ્યું વીડિયો બનાવવા મોબાઈલ ઓન કરતા જ પ્રથમ જમીન પર ઢળી પડ્યો અને એ એનો છેલ્લો વીડિયો સાબિત થયો હતો.આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂકવાના હતાં. મિત્રએ જણાવ્યું હતું કે, પ્રથમને ટિકટોક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકવાનો ખૂબ શોખ હતો.

અણુવ્રત દ્વાર નજીકના કેનાલ વોક-વે પર વીડિયો બનાવવા ગયા હતા. મેં મોબાઈલમાં કેમેરો શરૂ કર્યો અને પ્રથમને જમીન પર પડતા જાેઈ હેબતાઈ ગયો હતો. તાત્કાલિક દોડીને ગયો તો પ્રથમ બેભાન થઈ ગયો હતો. સામે ઉભેલી પીસીઆર વાનની મદદ લેતા ૧૦૮ને કોલ કરી પ્રથમને સિવિલ લઈ આવ્યા હતાં. જ્યાં તમામ પ્રયાસ કર્યા બાદ પણ એને બચાવી શક્યા ન હતા.પીડિત પિતાએ કહ્યું હતું કે, ઘટનાની જાણ બાદ હોંશ ઉડી ગયા હતા. પ્રથમ માત્ર ૧૯ વર્ષનો હતો. એક મોટાભાઈ અને માતા-પિતા અને દાદી સાથે રહેતો હતો.

ઘરમાં સૌનો લાડકો હતો. તેઓ પોરબંદરના રહેવાસી છે. ધોરણ- ૯ બાદ અભ્યાસમાં રૂચિ ન રહેતા મારી (પિતા) સાથે જ સાડીના વેપારમાં જાેડાઈ ગયો હતો.સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવાનોમાં શોર્ટ વીડિયો બનાવવાનું ઘેલું જાેવા મળી રહ્યું છે. શોર્ટ વીડિયો બનાવવા યુવાનો અનેક તરકીબો અજમાવતાં હોય છે. જેના માઠા અને ગંભીર પરિણામો પણ તેમને ભોગવવા પડતાં હોય છે. આવો જ એક બનાવ સુરતમાં સામે આવ્યો છે. સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા કેનાલ વોક-વે પર શોર્ટ વીડિયો બનાવતાં યુવક જમીન પર ઢળી પડતાં જ મોતને ભેટ્યો હતો.

રહસ્યમય સંજાેગોમાં યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. ૧૯ વર્ષીય પુત્રના મોત બાદ પરિવારે કહ્યું કે, પ્રથમને ટીકટોક વીડિયો બનાવવાનો ખૂબ શોખ હતો. દોસ્તોએ કહ્યું કે, વીડિયોનું શૂટિંગ શરૂ કરતાં જ પ્રથમ જમીન પર ઢળી પડ્યો હતો.

Follow Me:

Related Posts